સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. સાથે ચાંદી પણ મોંઘી થઈ ગઈ છે. ચાંદીમાં લગભગ 1000 રૂપિયાનો વધારો થયો છે. આ સાથે સોનું 57 હજારને પાર થયું છે. જો તમે પણ સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે પહેલાલેટેસ્ટ રેટ ચેક કરી લો. HDFC સિક્યોરિટીઝે આ અંગે માહિતી આપી છે.
સોનું 433 રૂપિયા વધીને 57,025 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 56,592 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે બંધ થયું હતું. આ સિવાય ચાંદીની કિંમત પણ 990 રૂપિયા વધીને 69,208 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે.
જો તમારું પણ PF ખાતું છે તો ઝડપથી પતાવી દો આ કામ, ઘરબેઠા કરવા આ છે પ્રોસેસ
8 પૈસાના આ શેરે એક લાખને બનાવી દીધા 9.26 કરોડ રૂપિયા: શું તમારી પાસે છે આ શેર
ટ્રેનમાં મુસાફરી કરો છો તો રેલવેના આ નિયમો જાણવા ખૂબ જરૂરી : ભૂલ કરી તો ભોગવવું પડશે
એચડીએફસી સિક્યોરિટીઝના વિશ્લેષકે જણાવ્યું છે કે દિલ્હીમાં સોનાની હાજર કિંમત રૂ. 433 વધીને રૂ. 57,025 પ્રતિ 10 ગ્રામ પર પહોંચી છે. વિદેશી બજારોમાં સોનું વધીને $1,932 પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે.. ચાંદી પણ 24.02 ડોલર પ્રતિ ઔંસ વધી હતી.
જો તમે પણ ઘરે બેઠા સોનાના લેટેસ્ટ રેટ ચેક કરવા માંગો છો તો તેના માટે તમારે 8955664433 પર મિસ્ડ કોલ આપવો પડશે. જે પછી તમારા મોબાઈલ પર મેસેજ આવશે. સોનાને લગતી વધુ માહિતી માટે તમે www.ibja.co અથવા ibjarates.com પર વિગતો ચકાસી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે