Home> Business
Advertisement
Prev
Next

Gold Rate Today: આજે ફરીથી સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, અમદાવાદ-રાજકોટમાં શું છે સોનાનો ભાવ? લેટેસ્ટ રેટ ચેક કરો

Gold Rate In Ahmedabad: સોનાના ભાવમાં છેલ્લા બે દિવસમાં ભારે કડાકો જોવા મળ્યો છે. જો તમે સોનાની ખરીદી કરવાનું વિચારતા હોવ તો ઘટેલા ભાવે સોનું ખરીદવાની શાનદાર તક છે. ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold Rate Today: આજે ફરીથી સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, અમદાવાદ-રાજકોટમાં શું છે સોનાનો ભાવ? લેટેસ્ટ રેટ ચેક કરો

સોનાના ભાવમાં સતત ઉથલપાથલ જોવા મળી રહી છે. થોડા દિવસ પહેલા સોનાના ભાવનું સ્તર એક લાખ સુધી પહોંચી ગયું હતું અને પછી તેમાં કડાકો જોવા મળ્યો. પાછા ભાવ વધ્યા ને પાછો ઘટાડો જોવા મળી રહ્યો છે. જો કે આજે ઘરેલુ વાયદા બજાર અને વૈશ્વિક બજારોમાં ભાવ ચડેલા જોવા મળ્યા પરંતુ રિટેલ બજારમાં ભાવમાં કડાકો જોવા મળ્યો છે. 

fallbacks

આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 968 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 93,393 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે. જે કાલે 94,361 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 86 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો છે અને ભાવ આજે 94,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળ્યો છે જે કાલે 94,114 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

રિટેલ ભાવ પર ફેરવો નજર

વાયદા બજારમાં ભાવ
કોમેક્સ પર વાત કરીએ તો કોમેક્સમાં આજે સોનામાં $40થી વધુનો વધારો જોવા મળ્યો. જેને જોતા ઘરેલુ વાયદા બજારમાં પણ ખરીદી જોવા મળી. વાયદા બજાર (MCX) પર સોનું આજે સવારે 500 રૂપિયા ચડીને 92,800 ની આસપાસ જોવા મળ્યું હતું. સવારે 10 વાગ્યાની આસપાસ જૂન કોન્ટ્રાક્ટ સોનું 248 રૂપિયાની તેજી સાથે 92,587 રૂપિયાના લેવલ પર ટ્રેડ થઈ રહ્યું હતું. બુધવારે તે 92,339 રૂપિયા પર ક્લોઝ થયું હતું. સોનામાં છેલ્લા 2 મહિનામાં સૌથી મોટો કડાકો જોવા મળ્યો અને 7 દિવસમાં સોનામાં 2 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો. વાત જાણે એમ છે કે અમેરિકી નોન ફોર્મ પેરોલના આંકડામાં સુધારો જોવા મળ્યો અને અમેરિકા તથા ચીન વચ્ચે ટ્રેડ ટેન્શન ઘટવાની સંભાવના છે. ચીનનું કહેવું છે કે ટેરિફ પર વાતચીત માટે હંમેશા દરવાજા ખુલ્લા છે. આવામાં ટેરિફ ટેન્શનમાં ઘટાડાથી સુરક્ષિત રોકાણની માંગણી ઘટી. જેના કારણે સોના પર અસર થઈ. 

ચાંદીની વાત કરીએ તો વાયદા બજારમાં ચાંદીમાં પણ આજે વધારો જોવા મળ્યો છે. MCX પર ચાંદીનો ભાવ 94200 ની આસપાસ હતો. કોમેક્સ પર  $32 પ્રતિ ઔંસ પાર  ભાવ પહોંચ્યો છે. આ વર્ષે ચાંદીના ભાવ લગભગ 8% ચડ્યા છે.

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More