Home> Business
Advertisement
Prev
Next

Gold Price Today: 2021માં ગોલ્ડ તોડશે તમામ રેકોર્ડ, જાણો કેટલે પહોંચી શકે છે ભાવ

સોનું અને ચાંદીએ નવા વર્ષ શરૂઆત જ ધમાકેદાર કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા નજીક 2 ટકાની તેજી દેખાડી રહ્યું છે. સોનું 750 રૂપિયા મજબૂત થઈ 51 હજારને પાર વ્યાપાર કરી રહ્યું છે

Gold Price Today: 2021માં ગોલ્ડ તોડશે તમામ રેકોર્ડ, જાણો કેટલે પહોંચી શકે છે ભાવ

નવી દિલ્હી: સોનું અને ચાંદીએ નવા વર્ષ શરૂઆત જ ધમાકેદાર કરી છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનું ફેબ્રુઆરી વાયદા નજીક 2 ટકાની તેજી દેખાડી રહ્યું છે. સોનું 750 રૂપિયા મજબૂત થઈ 51 હજારને પાર વ્યાપાર કરી રહ્યું છે. કોમોડિટી માર્કેટના એક્સપર્ટ્સ 2021ને ગોલ્ડ માટે ઘણો શુભ માની રહ્યા છે. કેટલાક એક્સપર્ટ્સનું કહેવું છે કે, સોનું 2021માં 66,000 રૂપિયા સુધી પહોંચી જશે જ્યારે ચાંદી પણ 1 લાખ પ્રતિ કિલો સુધી પહોંચી જશે.

fallbacks

આ પણ વાંચો:- Gold Price Today, 04 January 2021, જલદી જાણીલો આજનો સોનાનો ભાવ, મોકો ચુકશો તો થશે પસ્તાવો

2021માં ક્યાં સુધી જશે ગોલ્ડ
અમારી સહયોગી ચેનલ ZEE Businessએ બ્રોકર્સ પોલ કર્યો છે. જેમાં તમામ મોટા બ્રોકરેજ હાઉસે સોનું અને ચાંદીને લઇને પોતપોતાના નિવેદનો જણાવ્યા છે. જેમાંથી 55 ટકા બ્રોકર્સનું માનવું છે કે, સોનું 2021માં 60,000- 66,0000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેન્જમાં વ્યાપાર કરશે, જ્યારે 45 ટકા બ્રોકર્સનું કહેવું છે કે, સોનું 55,000-58,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના લેવલ પર રહશે.

આ પણ વાંચો:- ટાવર તોડવાના મામલામાં રિલાયન્સ જીયો પહોંચી HC, કહ્યું- ક્યારેય નથી લીધી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ માટે જમીન

2021માં ક્યાં સુધી જશે સોનું

55% બ્રોકર્સ 60,000-66,000
45% બ્રોકર્સ 55,000-58,000

આ પોલમાં પેરાડાઈમ કોમોડિટીનું કહેવું છે કે, સોનું 2021માં 66,000ના સ્તરે પહોંચી શકે છે. એટલે કે, હાલના સ્તરથી સોનું 16,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘુ થઈ જશે. ગ્લોબ કેપિટલે 65,000 રૂપિયાનું અનુમાન લગાવ્યું છે. જો કે, મોટાભાગના બ્રોકર્સ એવું માને છે કે, સોનું 2021માં 60,000ના સ્તરે પહોંચી શકશે નહીં.

આ પણ વાંચો:- આજે તમારા શહેરમાં શું છે પેટ્રોલ-ડીઝલનો નવો ભાવ? જાણો એક ક્લિક પર

2021માં સોનાની ચાલ પર બ્રોકર્સ પોલ

બ્રોકરેજ હાઉસ લક્ષ્ય (રૂપિયા/10 ગ્રામ)
પેરાડાઈમ કોમોડિટી 66,000
ગ્લોબ કેપિટલ 65,000
ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ 62,000
મોતીલાલ ઓસવાલ 62,000
એક્સિસ સિક્યુરિટીઝ 62,000
કેડિયા કોમોડિટી 62,000
ચોઈસ બ્રોકિંગ 62,000
રેલિગેયર બ્રોકિંગ 60,500
ટ્રસ્ટલાઇન 58,000
કોટક સિક્યુરિટીઝ 58,000
આર એસ વેલ્થ 57,500
આનંદ રાઠી 57,000
SMC કોમટ્રેડ 57,000
પૃથ્વી ફિનમાર્ટ 56,000
એન્જેલ કોમોડિટી 55,000

2021માં ક્યાં સુધી જશે Silver
સોનું ઉપરાંત ચાંદીને લઇને પણ બ્રોકર્સે તેજીનું અનુમાન લગાવ્યું છે. ચોઈસ બ્રોકિંગનું માનવું છે કે, 2021માં સોનું 1,00,000 રૂપિયા પ્રતિ કિલોના ભાવે પહોંચી શકે છે. 80 ટકા બ્રોકર્સનું માનવું છે કે, 2021માં ચાંદી 75,000- 85,000 રૂપિયા પ્રતિ કિલોની રેન્જમાં રહેશે, જ્યારે 20 ટકાનું કહેવું છે કે, ભાવ 90,000-1,00,000 રૂપિયા સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચો:- પ્રથમવાર Sensex પહોંચ્યો 48000ને પાર, નિફ્ટીએ 14 હજારની સપાટી વટાવી

2021માં ક્યાં સુધી જશે ચાંદી

80% બ્રોકર્સ 75,000-85,000
20% બ્રોકર્સ 90,000-1,00,000

ચાંદીની કિંમતોમાં આજે પણ જબરદસ્ત તેજી જોવા મળી રહી છે. ચાંદી MCX પર માર્ચ વાયદા 3 ટકાની મજબૂતી જોવા મળી રહી છે. ભાવ 2000 રૂપિયાથી વધારે મજબૂત થઈ 70,150 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયું છે. જો આ તેજી આગળ પણ યથાવત રહી તો 1 લાખ રૂપિયાનું અનુમાન ચાંદી માટે મુશ્કેલ નહીં હોય.

આ પણ વાંચો:- SBI ના ગ્રાહકો માટે મહત્વના સમાચાર, ઘરે બેઠા બેન્કની આ સેવાઓનો ઉઠાવો લાભ

2021માં ચાંદીની ચાલ પર બ્રોકર્સ પોલ

બ્રોકરેજ હાઉસ લક્ષ્ય (રૂપિયા/કિલો)
ચોઈસ બ્રોકિંગ 1,00,000
કેડિયા કોમોડિટી 90,000
ગ્લોબ કેપિટલ 90,000
કોટક સિક્યુરિટીઝ 85,000
રેલિગેયર બ્રોકિંગ 85,500
મોતીલાલ ઓસવાલ 82,000
એક્સિસ સિક્યુરિટીઝ 82,000
SMC કોમટ્રેડ 82,000
પેરાડાઈમ કોમોડિટી 82,000
ટ્રેડબુલ્સ સિક્યુરિટીઝ 80,500
આર એસ વેલ્થ 80,500
પૃથ્વી ફિનમાર્ટ 80,000
આનંદ રાઠી 80,000
એન્જેલ કોમોડિટી 75,000
ટ્રસ્ટલાઇન 75,000

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More