નવી દિલ્લીઃ Gold, Silver Rate Update, 12 January 2021: સોમવારે MCX પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો 300 રૂપિયાથી વધારે મજબૂતી સાથે બંધ થયો. આનાથી પહેલાં શુક્રવારે એમાં 2 હજારથી વધરે ગિરાવટ જોવા મળી હતી. આજે સોનું ફરી એકવાર સાવ સુસ્ત જોવા મળી રહ્યું છે. બીજી તરફ ચાંદીના ભાવમાં પણ કોઈ ખાસ હિલચાલ નથી. બન્નેની કિંમત મેટલ્સમાં એક ખુબ જ સીમિત ટેરેટરીમાં કોરોબાર કરી રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.
Makeup Tips: પાર્લર વગર ઘરે પણ કરી શકો છો શાનદાર બ્રાઈડલ મેકઅપ, અપનાવો આ ખાસ ટિપ્સ
સોમવારે વધારા સાથે બંધ થયું હતું સોનું
MCX Gold: MCX પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો સોમવારે 300 રૂપિયા પ્રતિ 10 ગ્રામથી વધીને બંધ થયો હતો. જોકે, એ પહેલાં શુક્રવારે સોનામાં ભારે નફાવસુલી વેઠવી પડી હતી. સોનું 2 હજાર રૂપિયાથી વધારે તૂટ્યું હતું. હાલ છેલ્લાં બે દિવસોમાં સોનું 50 હજાર રૂપિયાના સ્તરથી નીચે જ ટ્રેડ કરી રહ્યું છે.
આજે સોનામાં સુસ્તી
આજે સોનાની કિંમતમાં જબદસ્ત સુસ્તી જોવા મળી રહી છે. MCX એટલેકે, Multi Commodity Exchange પર સોનાનો ફેબ્રુઆરીનો વાયદો 100 રૂપિયાથી પણ ઓછા દાયરામાં ફરી રહ્યો છે. ભાવ 49,320ની આસપાસ છે. કાલે સોનું આ સ્તર પર બંધ પણ થયું હતું. એટલેકે, ગઈકાલ અને આજની સોનાની કિંમતમાં વધારે ફેર નથી જોવા મળી રહ્યો.
MCX Silver: સોમવારે ચાંદીમાં સારી તેજી જોવા મળી. MCX પર ચાંદીનો માર્ચનો વાયદો 1300 રૂપિયા પ્રતિ કિલોની તેજી સાથે બંધ થયો. આ પહેલાં શુક્રવારે ચાંદી 6 હજાર રૂપિયા ગગડી હતી. ગઈકાલની તેથીના કારણે ભાવ 65 હજાર રૂપિયાથી ઉપર પહોંચવામાં સફળ રહ્યો. જોકે, ઈંટ્રા ડેમાં ચાંદીએ સોમવારે 63,603 રૂપિયા પ્રતિ કિલોની ડૂબકી પણ લગાવી હતી.
History of Indian Currency: ભારતના 1 રૂપિયાના સિક્કાથી લઈને 2 હજાર રૂપિયાની ચલણી નોટ સુધીની કહાની
ચાંદીમાં પણ સામાન્ય નરમાશ
આજે MCX પર ચાંદીમાં પણ સામાન્ય નરમાશ જોવા મળી રહી છે. MCX પર માર્ચ વાયદો 140 રૂપિયા પ્રતિ કિલોની સામાન્ય ગિરાવટ સાથે વેપાર કરી રહ્યો છે. હાલ ભાવ 65 હજાર રૂપિયા પ્રતિ કિલોની ઉપર જ છે. ચાંદી પણ માત્ર 200 રૂપિયાની ખુબ જ પાતળી રેંજમાં વેપારી કરી રહી છે.
તમારા શહેરમાં સોના-ચાંદીનો ભાવ
આવો એક નજર નાંખીએ ચાર મેટ્રો શહેરોમાં 10 ગ્રામ 24 કૈરેટ સોનાનો ભાવ શું ચાલી રહ્યો છે, Goodreturns.in મુજબ
પાનકાર્ડ પર લખેલા એકાઉન્ટ નંબર નક્કી કરવાની શું છે પ્રોસેસ? જાણો
10 ગ્રામ સોનાનો ભાવ
શહેર સોનાનો ભાવ
દિલ્લી 52,410
મુંબઈ 49,300
કોલકાતા 51,490
ચેન્નઈ 51,020
હવે જોઈએ ચાર મેટ્રો શહેરોમાં 1 કિલો ચાંદીનો ભાવ શું છે, Goodreturns.in મુજબ
1 કિલો ચાંદીનો ભાવ
શહેર ચાંદીનો ભાવ
દિલ્લી 65,500
મુંબઈ 65,500
કોલકાતા 65,500
ચેન્નઈ 69,800
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે