Home> Business
Advertisement
Prev
Next

દિકરીઓના લગ્નમાં સરકાર ભેટ આપે છે 10 ગ્રામ સોનું, તમે પણ ઉઠાવી શકો છો ફાયદો

દિકરીઓના લગ્નમાં સરકાર તેમને ભેટ સ્વરૂપે સોનું આપે છે. સરકાર આમ તો દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમની શિક્ષણથી લઇને જીવનના ઘણા અવસરો પર સરકારી સ્કીમ્સનો ફાયદો મળે છે. હવે કોઇપણ દિકરીના લગ્ન થાય છે તો સરકાર તેમને 10 ગ્રામ સોનું આપશે. 

દિકરીઓના લગ્નમાં સરકાર ભેટ આપે છે 10 ગ્રામ સોનું, તમે પણ ઉઠાવી શકો છો ફાયદો

નવી દિલ્હી: દિકરીઓના લગ્નમાં સરકાર તેમને ભેટ સ્વરૂપે સોનું આપે છે. સરકાર આમ તો દિકરીઓ માટે ઘણી યોજનાઓ ચલાવે છે. તેમની શિક્ષણથી લઇને જીવનના ઘણા અવસરો પર સરકારી સ્કીમ્સનો ફાયદો મળે છે. હવે કોઇપણ દિકરીના લગ્ન થાય છે તો સરકાર તેમને 10 ગ્રામ સોનું આપશે. 

fallbacks

લગ્નમાં ભેટમાં મળશે 10 ગ્રામ સોનું
દિકરીઓના વિકાસ અને તેમના અધિકારોની રક્ષા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો તરફથી ઘણી અલગ-અલગ યોજનાઓ ચલાવવામાં આવે છે. અસમ સરકાર તરફથી ચલાવવામાં આવતી અરૂંધતિ સ્વર્ણ યોજના  (Arundhati Gold Scheme) પણ સામેલ છે. તેમાં દિકરીના લગ્ન પર રાજ્ય સરકાર તરફથી ભેટ સ્વરૂપે તેમને 10 ગ્રામ સોનું  (Gold) આપવામાં આવે છે. અસમ સરકારે અરૂંધતિ સ્કીમને ગત વર્ષે લોન્ચ કરી હતી. જો તમે પણ આ યોજનાનો લાભ લેવા માંગો છો તો તેના માટે અરજી કરવી પડશે.  

હવે સ્માર્ટફોન વડે થશે Covid-19 ટેસ્ટ, 30 મિનિટની અંદર મળશે રિપોર્ટ

કેવી રીતે મળશે 10 ગ્રામ સોનું
1. આ સ્કીમ તે પરિવારોને મળશે જેમની બે પુત્રીઓ છે. એટલે કે કોઇની ત્રણ અથવા તેના વધુ પુત્રીઓ છે તો તેમને આ સ્કીમનો લાભ નહી મળે. આ ગોલ્ડ સ્કીમ ફક્ત તેમના માટે જે વરની ઉંમર 21 વર્ષ અને વધૂની ઉંમર 18 વર્ષ થઇ ચૂકી હોય. 
2. આ યોજનાનો લાભ લેવા માટે દુલ્હનના પરિવારની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઇએ. તેનાથી વધુ હશે તો ફાયદો નહી મળે. 
3. યોજનાનો ફાયદો છોકરીના પહેલાં લગ્ન વખતે મળશે, જો ત્યારબાદ તે બીજા લગ્ન કરે છે તો યોજનાનો લાભ નહી મળે.  
4. 10 ગ્રામ સોનું ફક્ત તે સમુદાયમાં દુલ્હનોને મળશે, જ્યાં આ પ્રકારની પ્રથા છે. 
5. લગ્ન સ્પેશિયલ મેરેજ એક્ટ, 1954 અનુસાર રજિસ્ટર્ડ હોવા જોઇએ. જે દિવસે રજિસ્ટ્રેશન થાય તે દિવસે છોકરીને સ્કીમ માટે એપ્લાય કરવું પડશે. 

બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More