નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું કે, સરકારે બજેટ 2020માં ટેક્સપેયર્સ ચાર્ટર રજૂ કર્યું છે, જેનો હેતુ દેશમાં ટેક્સ વ્યવસ્થાને સરળ બનાવવાનો છે. ઉદ્યોગના પ્રતિનિધિઓ તથા અર્થશાસ્ત્રીઓની સાથે શુક્રવારે એક બેઠક બાદ સંવાદદાતા સંમેલનમાં સીતારમને કહ્યું કે, કરવેરા પ્રણાલી નાગરિકોની સાથે વિશ્વાસ પર આધારિત હોવી જોઈએ અને તેથી ટેક્સપેયર્સ ચાર્ટર લાવવામાં આવ્યું છે.
તેમણે કહ્યું, 'ટેક્સપેયર્સ ચાર્ટર પ્રમાણે, કરવેરાની સંપૂર્ણ પ્રક્રિયાને અમે કેટલી સરળ અને ટેક્સપેયર્સને કેટલા દબાવમુક્ત રાખવા ઈચ્છીએ છીએ. તેનાથી અંતે ટેક્સનું એક સરળ અને સૌથી નીચો શક્ય સ્તર સામે આવે છે.'
પાછલા સપ્તાહે બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમને જાહેરાત કરી હતી કે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એક 'ટેક્સપેયર ચાર્ટર'નું અનુસરણ કરશે. જેથી ટેક્સપેયર તથા ટેક્સ વિભાગ વચ્ચે વિશ્વાસ બંધાશે અને કરદાતાની મુશ્કેલી ઓછી થશે.
ચાર્ટર ટેક્સપેયર્સના અધિકારો તથા ટેક્સ ડિપાર્ટમેન્ટના કર્તવ્યોને પરિભાષિત કરે છે. નાણાપ્રધાને કહ્યું કે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણના લાંબા ગાળા તથા ટૂંકા ગાળાના ફાયદા છે અને સરકાર તેના પ્રત્યે સંપૂર્ણ પણે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું, 'અમે રાજ્યો અને ખાનગી રોકાણકારોની સાથે કામ કરી ચુક્યા છીએ અને 6400 કરોડ રૂપિયાથઈ વધુની ઇન્ફ્રસ્ટ્રક્ચરની યોજનાઓ પાઇપલાઇનમાં છે.'
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
જુઓ LIVE TV
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે