Home> Business
Advertisement
Prev
Next

ક્યારે મળશે સરકારી કર્મચારીઓને 34000 કરોડ રૂપિયાનું DA Arrear? સરકારે આપ્યો જવાબ

7th Pay Commission: સરકારે મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકી  34,402.32 કરોડ રૂપિયા બચાવ્યા હતા. આ વિશે નાણા રાજ્યમંત્રી પંકજ ચૌદરીએ સંસદમાં સરકારનું વલણ સ્પષ્ટ કર્યું છે. 

ક્યારે મળશે સરકારી કર્મચારીઓને 34000 કરોડ રૂપિયાનું DA Arrear? સરકારે આપ્યો જવાબ

7th Pay Commission: કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને ડિઅરનેસ એલાઉન્સ (DA)અને ડિઅરનેસ રિલીફ (DR)ના એરિયત તરીકે 34 હજાર કરોડ રૂપિયાથી વધુની ચુકવણી કરવાની છે. આ પૈસા કોવિડ મહામારી દરમિયાન રોકવામાં આવ્યા હતા. હવે સરકાર પર 18 મહિનાના એરિયરની ચુકવણી કરવા માટે દબાવ બનાવવામાં આવી રહ્યો છે. ડીએ એરિયરનો મુદ્દો વિપક્ષે સંસદમાં પણ ઉઠાવ્યો છે. સાંસદોએ પૂછ્યું કે સરકાર આ પૈસા ક્યાં સુધી સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને આપશે. તેના પર સરકારે કહ્યું કે ચુકવણી કરવા માટે હાલ યોગ્ય સમય આવ્યો નથી. 

fallbacks

નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આપ્યો જવાબ
સાંસદોએ પૂછ્યું હતું કે દેશની ઇકોનોમી ઝડપથી આગળ વધી રહી છે. તેમ છતાં સરકાર કર્મચારીઓ અને પેન્શનરોને1 8 મહિનાના ડીએ એરિયરની ચુકવણી કરી રહી નથી. આ મામલા પર સરકાર શું વિચાર કરી રહી છે. તેના જવાબમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે ડીએ અને ડીઆરને કોવિડ મહામારીને કારણે 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી, 2021માં રોકવામાં આવ્યું હતું. કોરોના મહામારી દરમિયાન આર્થિક સમસ્યાઓથી બચવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો. 

આ પણ વાંચોઃ Gold Price: સોના-ચાંદીના ભાવમાં સ્થિરતા, રક્ષાબંધન પહેલા ખરીદી કરવાની શાનદાર તક

સરકારે 3 હપ્તા રોકી બચાવ્યા 34402 કરોડ રૂપિયા
પંકજ ચૌધરીએ પોતાના જવાબમાં કહ્યું કે સરકારી કર્મચારી મંડળ સિવાય સંયુક્ત સલાહકાર મશીનરીની રાષ્ટ્રીય પરિષદ (NCJCM)તરફથી આ વિશે પત્ર પ્રાપ્ત થયા છે. પરંતુ કોવિડ મહામારીને કારણે થયેલા નુકસાનની અસર હજુ પણ જોવા મળી રહી છે. તેથી આ એરિયરની ચુકવણી પર હાલમાં વિચાર કરવામાં આવ્યો નથી. મોંઘવારી ભથ્થાના ત્રણ હપ્તા રોકી સરકારે 34402.32 કરોડ રૂપિયા બચાવ્યા હતા. તેનાથી સરકારને કોવિડ મહામારીની અસર રોકવામાં ખુબ મદદ મળી હતી. 

કેન્દ્રીય કર્મચારીઓ 18 મહિનાના એરિયર્સની માંગ કરી રહ્યા છે
આ વર્ષે જૂનમાં, PM નરેન્દ્ર મોદીની સરકારના ત્રીજા કાર્યકાળની શરૂઆત પછી, આ સંબંધમાં કેન્દ્રીય કર્મચારીઓની રાષ્ટ્રીય પરિષદ તરફથી એક પ્રસ્તાવ મળ્યો હતો. આમાં સમાવિષ્ટ 14 માંગણીઓમાંથી એક ડીએ એરિયર્સ સંબંધિત પણ હતી. જેમાં સરકાર પાસે કર્મચારીઓને 18 માસનું એરિયર્સ ચૂકવવા માંગ કરવામાં આવી હતી. સાંસદ અખિલેશ યાદવે પણ આ માંગ ઉઠાવી છે અને કેન્દ્ર સરકારની નિંદા કરી છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More