Home> Business
Advertisement
Prev
Next

કોરોના: કોણ-કોણ hydroxychloroquine નો નહીં કરી શકે ઉપયોગ? ખાસ જાણો સરકારની એડવાઈઝરી

કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવામાં કારગર સાબિત થઈ રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HOCQ) અંગે એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરી દ્વારા સરકારે જણાવ્યું છે કે કોણ આ દવાનો ઉપયોગ કરી શકશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી આ એડવાઈઝરીને સૂચના કાર્યાલય (પીઆઈબી)એ પણ ટ્વીટર પર ટ્વીટ કરી છે. 

કોરોના: કોણ-કોણ hydroxychloroquine નો નહીં કરી શકે ઉપયોગ? ખાસ જાણો સરકારની એડવાઈઝરી

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે કોરોના વાયરસ સામે લડવામાં કારગર સાબિત થઈ રહેલી દવા હાઈડ્રોક્સીક્લોરોક્વીન (HOCQ) અંગે એડવાઈઝરી બહાર પાડી છે. આ એડવાઈઝરી દ્વારા સરકારે જણાવ્યું છે કે કોણ આ દવાનો ઉપયોગ કરી શકશે નહીં. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી આ એડવાઈઝરીને સૂચના કાર્યાલય (પીઆઈબી)એ પણ ટ્વીટર પર ટ્વીટ કરી છે. 

fallbacks

આમની સલાહ પર બની છે એડવાઈઝરી
સરકારે આ એડવાઝરીને ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈસીએમઆર)ની સલાહ પર બહાર પાડી છે. આ એડવાઈઝરીમાં કહેવાયું છે કે 15 વર્ષથી નાની ઉંમરના બાળકોને આ દવા આપવામાં ન આવે. આ સાથે જ જે લોકો પહેલેથી રેટિનોપેથીથી પીડિત હોય અથવા તો HCQ અથવા 4-અમીનોક્વીનોલિન કમ્પાઉન્ડથી અતિસંવેદનશીલ પ્રતિરોધ દર્શાવતા હોય તેમણે પણ આ દવા ન લેવી. 

હાલ નહીં મળે બજારમાં
આઈસીએમઆરએ કહ્યું કે જ્યાં સુધી પરીક્ષણના યોગ્ય પરિણામો ન મળી જાય ત્યાં સુધી હાલ આ દવા બજારમાં કોવિડ 19ની સારવાર માટે મળશે નહીં. આઈસીએમઆરના વૈજ્ઞાનિક આર ગંગા કેતકરે એક સમાચાર એજન્સી સાથે વાતચીતમાં કહ્યું કે આ દવાનો હાલ ઉપચાર માટે હજુ પ્રયોગ કરવો જરૂરી નથી. જો આ દવા સંક્રમણને ઓછું કરતી હશે તો તેની જાણ પરીક્ષણ બાદ જ ખબર પડશે. ડોક્ટરે આ દવાનું કેટલાક દર્દીઓ પર પરીક્ષણ કર્યું છે જેના પરિણામ આવવાના બાકી છે. જ્યાં સુધી નક્કર પરિણામો ન મળી જાય ત્યાં સુધી અમે કોઈને પણ આ દવા લેવાની સલાહ આપીશું નહીં. 

ચીનમાં થયું હતું પરીક્ષણ
HCQનું ચીનમાં પરીક્ષણ થયું હતું. જેમાં તેને કોરોના સંક્રમણ સામે લડવા માટે સૌથી કારગર દવા ગણાવાઈ હતી. જો કે આઈસીએમઆરએ હાલમાં તેનો પ્રયોગ ફક્ત સંક્રમણની સારવાર કરતા સ્વાસ્થ્યકર્મીઓ પર અને કોઈ લેબમાં પોઝિટિવ મળી આવેલા સામાન્ય નાગરિકોને આપવાની સલાહ આપી છે. 

આમની સલાહ પર કરી શકો દવાનું સેવન
સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલી એડવાઈઝરી મુજબ આ દવાનું સેવન ફક્ત એક રજિસ્ટર્ડ ડોક્ટરની સલાહ પર કરી શકાય છે. જો કે દવા આપતા પહેલા એ વાતની તપાસ એક ફિઝિશિયન દ્વારા કરાશે કે દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે. કોઈ પણ વ્યક્તિ જો દવા લીધા બાદ પ્રોફીલેક્સિસથી પીડિત થાય તો તેણે નજીકની હોસ્પિટલમાં જઈને સંપર્ક કરવો અને સારવાર કરાવવી. 

સરકારે બુધવારે સ્પષ્ટ કર્યું હતું કે દવાની કોઈ પણ પ્રકારની અછત નથી. સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું કે ભવિષ્યમાં પણ તે ઉપલબ્ધ રહેશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More