નવી દિલ્હી: સરકારે રેફ્રિજરેન્ટવાળા એર કન્ડિશનર(AC)ની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. સરકારે આ પગલું ઘરેલું મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા અને બિનજરૂરી આઈટમ્સ(Non-essential items) ની આયાતમાં કાપ મૂકવા માટે ઉઠાવ્યું છે.
ભારતે ચીનને તેની જ ભાષામાં આપ્યો જબરદસ્ત જવાબ, લદાખ-અરુણાચલ પર કરી હતી ટિપ્પણી
ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ ટ્રેડ (Directorate general of trade) તરફથી બહાર પાડવામાં આવેલા એક નોટિફિકેશનમાં કહેવાયું છે કે એર કન્ડિશનર્સની સાથે રેફ્રિજરેન્ટ્સની ઈમ્પોર્ટ પોલીસીને ફ્રી(Free) માંથી પ્રતિબંધિત(prohibited)ની શ્રેણીમાં સંશોધિત કરાયું છે.
Government of India has banned the import of air conditioners with refrigerants. pic.twitter.com/J4pp4Y282I
— ANI (@ANI) October 16, 2020
સરકાર સતત ઘરેલુ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે બિનજરૂરી વસ્તુઓના આયાત બિલને ઘટાડવા માટે પગલું ભરી રહી છે. આ અગાઉ જૂનમાં સરકારે કારો, બસો, ટ્રકો અને મોટરસાઈકલોમાં ઉપયોગમાં લેવાતા કેટલાક નવા ન્યૂમેટિક ટાયરોની આયાત પર પ્રતિબંધ લગાવ્યો હતો. તે પહેલા સરકારે ટેલિવિઝિનથી લઈને રક્ષા ઉપકરણોની નિકાસ ઉપર પર પ્રતિબંધ લાદ્યો હતો.
અત્રે જણાવવાનું કે ચીન અને થાઈલેન્ડ ભારત માટે એર કન્ડીશનર્સ (AC)ના ટોપ એક્સપોર્ટર્સ છે. સરકારી આંકડા મુજબ બંને દેશોમાંથી ભારતમાં 90 ટકા સામાન આયાત થાય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે