Home> Business
Advertisement
Prev
Next

આર્થિક મોરચે સારા સમાચાર!, આઠ મહિનામાં પહેલીવાર GST કલેક્શન એક લાખ કરોડ પાર 

દેશમાં કોરોના સંકટમાં ફસાયેલી અર્થવ્યવસ્થાની ગાડી ફરીથી પાટા પર દોડતી જોવા મળી રહી છે. ફેબ્રુઆરી બાદ દેશમાં પહેલીવાર GST કલેક્શનનો આંકડો એક લાખ કરોડ પાર ગયો છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. 

આર્થિક મોરચે સારા સમાચાર!, આઠ મહિનામાં પહેલીવાર GST કલેક્શન એક લાખ કરોડ પાર 

નવી દિલ્હી: દેશમાં કોરોના સંકટમાં ફસાયેલી અર્થવ્યવસ્થાની ગાડી ફરીથી પાટા પર દોડતી જોવા મળી રહી છે. ફેબ્રુઆરી બાદ દેશમાં પહેલીવાર GST કલેક્શનનો આંકડો એક લાખ કરોડ પાર ગયો છે. નાણા મંત્રાલયે રવિવારે આ જાણકારી આપી. 

fallbacks

LPG booking Methods: રાંધણ ગેસની ડિલિવરી માટે બદલાયા નિયમો, સરળતાથી સિલિન્ડર બુક કરાવવાની આ 4 રીત જાણો

નાણા મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે સરકારે ઓક્ટોબરમાં કુલ એક લાખ 5 હજાર 155 કરોડ  રૂપિયાનું જીએસટી કલેક્શન મેળવ્યું. જેમાં CGSTનો ભાગ 19,193 કરોડ રૂપિયા, SGSTનો ભાગ 5,411 કરોડ રૂપિયા, IGSTનો ભાગ 52,540 કરોડ રૂપિયા રહ્યો. 

નાના વેપારીઓને GST માં મળી મોટી રાહત, ખાસ વાંચો....નહીં તો પેટ ભરીને પસ્તાશો

સરકારના જણાવ્યાં મુજબ ઓક્ટોબર 2020માં જીએસટી સંગ્રહ ગત વર્ષ ઓક્ટોબરની સરખામણીમાં 10 ટકા વધુ રહ્યો છે. ઓક્ટોબર 2019માં જીએસટી સંગ્રહ 95,379 કરોડ રૂપિયા હતું. અત્રે જણાવવાનું કે કોવિડ-19 મહામારીના પ્રસારને રોકવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનના કારણે જીએસટી સંગ્રહનો આંકડો સતત અનેક મહિના સુધી એક લાખ કરોડ રૂપિયાની નીચે રહ્યું હતું. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More