Home> Business
Advertisement
Prev
Next

Big News! ટોલ પ્લાઝા અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

Toll Plaza: દેશના રસ્તાઓ પર હવે ટોલ પ્લાઝા (Toll Plaza) જોવા મળશે નહીં. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી (Nitin Gadkari) એ લોકસભામાં જણાવ્યું કે સરકાર એક વર્ષની અંદર તમામ ટોલ પ્લાઝાને ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે.

Big News! ટોલ પ્લાઝા અંગે નીતિન ગડકરીએ આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું?

નવી દિલ્હી: Toll Plaza: દેશના રસ્તાઓ પર હવે ટોલ પ્લાઝા જોવા મળશે નહીં. કેન્દ્રીય રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં જણાવ્યું કે સરકાર એક વર્ષની અંદર તમામ ટોલ પ્લાઝાને ખતમ કરવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે ટોલ કલેક્શન માટે નવી GPS સિસ્ટમ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ કોઈએ પણ ટોલ માટે થોભવાની જરૂર પડશે નહીં. એટલે કે ટોલ પ્લાઝા દૂર થશે પરંતુ ટોલ તો ભરવાનો રહેશે.  

fallbacks

દેશમાં ખતમ થશે ટોલ પ્લાઝા
અમરોહાથી BSP સાંસદ કુંવર દાનિશ અલીએ ગઢમુક્તેશ્વર પાસે રસ્તા પર નગર નિગમની સીમામાં ટોલ પ્લાઝા (Toll Plaza)  હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. જેના પર નીતિન ગડકરીએ જણાવ્યું કે જૂની સરકારોમાં શહેરની પાસે ટોલ બનાવવામાં આવ્યા હતા. જે અન્યાયપૂર્ણ છે. અમે આવા ટોલને કાઢવાનો નિર્ણય કરી ચૂક્યા છીએ. તેમણે કહ્યું કે અમારી સરકાર એક વર્ષની અંદર દેશના તમામ ટોલને ખતમ કરશે. 

જેટલી મુસાફરી એટલો જ ટોલ
તેમણે જણાવ્યું કે ટોલ પ્લાઝા ખતમ કર્યા બાદ GPS દ્વારા ટોલની વસૂલાત થશે. રોડની એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટસ પર કેમેરા હશે. જ્યારે તમે કોઈ રસ્તા પર એન્ટ્રી કરશો અને જ્યાં નીકળશો, બંને જગ્યા પર તમારી ઈમેજ કેમેરાથી રેકોર્ડ કરી લેવામાં આવશે. તે ગણતરીથી તમારી પાસે ટોલ લેવામાં આવશે. એટલે કે જેટલી મુસાફરી કરશો ફક્ત એટલો જ ટોલ કપાશે. તમારે ક્યાંય થોભવાની જરૂર નહીં પડે. નીતિન ગડકરીએ જાહેરાત કરી કે હવે GPS સિસ્ટમ નવી ગાડીઓમાં લાગેલું જ આવે છે પરંતુ જૂની ગાડીઓમાં અમે GPS ફ્રીમાં લગાવી આપીશું. 

Sachin Vaze Case: સચિન વઝેના રહસ્યનો થશે પર્દાફાશ? NIA તપાસમાં સામે આવ્યાં આ 5 મહત્વના પુરાવા

Tamilnadu assembly election 2021: આ એક બેઠક ખુબ ચર્ચામાં, 1000 ખેડૂતો નોંધાવશે ઉમેદવારી

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More