Home> Business
Advertisement
Prev
Next

રિયલ એસ્ટેટ પર મોટી જાહેરાત કરી શકે છે સરકાર, 5 લાખ ખરીદદારોને મળશે રાહત: સૂત્ર

રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ આપવા માટે સરકાર બેંકો પાસે ડેવલોપર્સને મળનાર લોનના નિયમોમાં રાહત આપી શકે છે. અટકેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે એક હપ્તાની જાહેરાત પણ સરકારા દ્વારા કરવામાં આવી શકે છે.

રિયલ એસ્ટેટ પર મોટી જાહેરાત કરી શકે છે સરકાર, 5 લાખ ખરીદદારોને મળશે રાહત: સૂત્ર

નવી દિલ્હી: ઓટો અને બેકિંગ સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કર્યા બાદ હવે સરકાર દ્વારા રિયલ એસ્ટેટ સેક્ટર પર મોટી જાહેરાત કરવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ અઠવાડિયે રિયલ એસ્ટેટ સેક્ટર માટે સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવાની આશા છે. સૂત્રોનું માનીએ તો સરકાર હાઉસિંગ કંપનીઓ માટે વધારાની પૂંજીની જાહેરાત કરી શકે છે. 

fallbacks

8000 કરોડ રૂપિયાના ફંડની જાહેરાતની આશા
રિયલ એસ્ટેટ સેક્ટરને ગતિ આપવા માટે સરકાર બેંકો પાસે ડેવલોપર્સને મળનાર લોનના નિયમોમાં રાહત આપી શકે છે. અટકેલા પ્રોજેક્ટને પુરા કરવા માટે એક હપ્તાની જાહેરાત પણ સરકારા દ્વારા કરવામાં આવી શકે છે. સૂત્રોનો દાવો છે કે ઘણા વર્ષોથી અટકેલા રિયલ એસ્ટેટના પ્રોજેક્ટને પુરા કરવા માટે સરકાર 8000 કરોડ રૂપિયા સુધીના ફંડની જાહેરાત કરી શકે છે. જો સરકાર દ્વારાઅ આ જાહેરાત કરવામાં આવી શકે છે કે રિયલ એસ્ટેટ સેક્ટરને આપવાની આશા વ્યક્ત કરવામાં આવી શકે છે.

5 લાખ ખરીદદારોના ઘર અટવાયેલા છે
હાલમાં દેશભરમાં 5 લાખ ખરીદદારોના ઘર અટકેલા પ્રોજેકટમાં ફસાયેલા છે. સરકાર સતત અફોર્ડેબલ હાઉસિંગ પર ફોકસ કરી રહ્યા છે. સરકાર દ્વારા રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી શકે છે તો એફોર્ડેબલ હાઉસિંગનો દાયરો વધારવાની આશા છે. સરકાર દ્વારા શહેરોમાં એફોર્ડેબલ હાઉસિંગનો દાયરો 45 લાખ રૂપિયાથી વધારીને 70 લાખ રૂપિયા સુધી કરવાની આશા છે. 

એફોર્ડેબલ હાઉસિંગનો દાયરો વધારવાથી વધુ પ્રોજેક્ટ સામેલ થશે. એવી આશા છે કે સરકાર હાઉસિંગ ફાઇનેંસ સાથે જોડાયેલી સબવેંશન સ્કીમ સાથે જોડાયેલ એલાન કરી શકે છે. બેંક અને ઓટો સેક્ટર બાદ રિયલ એસ્ટેટ સેક્ટર પર એલાન થશે. તમને જણાવી દઇએ કે થોડા દિવસો પહેલાં બેંક અને ઓટો સેક્ટર માટે રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More