ઝી બ્યૂરો, અમદાવાદઃ ગ્રેચ્યુઈટી તમારા વેતનનો એ ભાગ છે, જે તમારી કંપની તમારી વર્ષોની સેવા બદલ આપે છે. ગ્રેચ્યુઈટી એ લાભકારી યોજના છે, જે રિટાયરમેન્ટ લાભનો ભાગ છે. નોકરી છોડવા પર કે ખતમ થઈ જવા પર કર્મચારીઓને કંપની દ્વારા આપવામાં આવે છે. સામાન્ય રીતે વ્યક્તિ પાંચ વર્ષની નોકરી પૂર્ણ કર્યા બાદ જ ગ્રેચ્યુઈટીનો હકદાર બને છે. 10થઈ વધુ લોકોને નોકરી આપતી દુકાનો અને કાર્યાલયના કર્મચારીઓને ગ્રેચ્યુઈટીનો લાભ મળે છે. પેમેન્ટ એન્ડ ગ્રેચ્યુઈટી એક્ટ તમામ ફેક્ટરીઓ, ખાણો, ઑયલ ફિલ્ડ, બંદરો અને રેલવે પર પણ લાગૂ પડે છે.
આટલા વર્ષ કામ કરવું ફરજિયાત
ગ્રેચ્યુઈટી કાયદાના હિસાબથી કોઈ પણ કર્મચારીએ પોતાને નોકરી આપનાર સાથે સતત પાંચ વર્ષ કરવાનું હોય છે. તો જે તેને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે. જો કે કાયદાની કલમ 2Aમાં સતત કામ કરવાને પરિભાષિત કરવામાં આવ્યું છે. જેના હિસાબથી પૂરા 5 વર્ષ કામ ન કરનાર કર્મચારીઓને પણ ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે. આ કલમ પ્રમાણે ભૂમિગત ખાણમાં કામ કરતા કર્મચારીઓ પોતાના માલિક સાથે જો 4 વર્ષ પૂર્ણ કર્યા બાદ 190 દિવસ કામ કરે છે તો તેમને આ લાભ મળશે.
જાણી લો નિયમ
કોઈ એમપ્લૉયર સાથે અઠવાડિયામાં 6 દિવસથી ઓછું કામ કરતા એમ્પલોયીની માટે પણ ગ્રેચ્યુઈટીનો લાભ લેવા માટે ચાર વર્ષ બાદ 190 દિવસની અવધિનો નિયમ લાગૂ પડે છે. બાકીના સંગઠનો માટે આ અવધિ 240 દિવસની હોય છે.
નોટિસ પીરિયડ ગ્રેચ્યુઈટીમાં ગણાય?
કેટલાક લોકોને એવો સવાલ હોય છે કે નોટિસ પીરિયડમાં કરેલું કામ ગ્રેચ્યુઈટીના સમયગાળામાં ગણવામાં આવે છે કે નહીં. જેના જવાબમાં વિશેષજ્ઞો કહે છે કે, નોટિસ પીરિયડમાં કરવામાં આવેલું કામ પોતાના એમ્પ્લોયર સાથે સતત કામ કરવાની પરિભાષાનો જ ભાગ છે. એટલે કે નોટિસ પીરિયડનો સમય પણ ગ્રેચ્યુઈટી પીરિયડમાં ગણવામાં આવે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે