Home> Business
Advertisement
Prev
Next

Gratuity Rules: ગ્રેચ્યુઈટીનો આ નિયમ ઘણા લોકોને નથી ખબર! જાણો કેટલા વર્ષ નોકરી કરવી જરૂરી? 

Gratuity Rules: અનેક લોકોનું એવું માનવું છે કે ગ્રેચ્યુઈટી કંપની ત્યારે જ આપે છે જ્યારે એક વ્યક્તિ એક જગ્યાએ 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી કામ કરે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. કાયદા મુજબ એક જ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કરવું એ ગ્રેચ્યુઈટી મેળવવા માટે જરૂરી નથી.

Gratuity Rules: ગ્રેચ્યુઈટીનો આ નિયમ ઘણા લોકોને નથી ખબર! જાણો કેટલા વર્ષ નોકરી કરવી જરૂરી? 

કંપની અને સરકારી વિભાગ કર્મચારીઓને પગાર અને પીએફ ઉપરાંત ગ્રેચ્યુઈટી  (Gratuity) પણ આપે છે. ગ્રેચ્યુઈટી કોઈ કર્મચારીને કંપની તરફથી મળતો રિવોર્ડ કહી શકાય. ગ્રેચ્યુઈટી મેળવવા માટે કર્મચારીએ કેટલીક શરતો પૂરી કરવાની હોય છે. ગ્રેચ્યુઈટીનો નાનકડો ભાગ કર્મચારીના પગારમાંથી કપાય છે પરંતુ મોટો ભાગ કંપની આપે છે. નોકરી બદલવા, સેવાનિવૃત્તિ થવા કે કોઈ કારણસર નોકરી  છોડવાની સ્થિતિમાં પણ કર્મચારીને ગ્રેચ્યુઈટીનો લાભ મળી શકે છે, બસ શરતો પૂરી થવી જોઈએ. 

fallbacks

અનેક લોકોનું એવું માનવું છે કે ગ્રેચ્યુઈટી કંપની ત્યારે જ આપે છે જ્યારે એક વ્યક્તિ એક જગ્યાએ 5 વર્ષ કે તેનાથી વધુ સમય સુધી કામ કરે છે. પરંતુ વાસ્તવમાં એવું નથી. કાયદા મુજબ એક જ કંપનીમાં પાંચ વર્ષ સુધી સતત કામ કરવું એ ગ્રેચ્યુઈટી મેળવવા માટે જરૂરી નથી. જો કર્મચારીએ એક જ સંસ્થામાં 4 વર્ષ 240 દિવસ સુધી સતત કામ કર્યું હોય તો તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર બની જાય છે. પેમેન્ટ ઓફ ગ્રેચ્યુઈટી એક્ટ 1972 હેઠળ આ ફાયદો એ કંપનીના દરેક કર્મચારીને મળે છે જ્યાં 10થી વધુ લોકો કામ કરે છે. 

મોત થાય તો?
જો કોઈ કર્મચારીનું ચાલુ નોકરીએ મોત થઈ જાય તો તેની ગ્રેચ્યુઈટીની ગણતરી માટે સમયગાળાની મર્યાદા હોતી નથી. તેનો  અર્થ એ થયો કે આવા કર્મચારીએ પોતાના સેવાકાળમાં ગમે તેટલા દિવસ પસાર કર્યા હોય પરંતુ તે ગ્રેચ્યુઈટી મેળવવા માટે હકદાર ગણાશે. કોલસા કે અન્ય માઈન્સમાં તથવા અંડરગ્રાઉન્ડ પ્રોજેક્ટમાં કામ કરનારાઓ માટે 4 વર્ષ 190 દિવસ પૂરા કરતા જ 5 વર્ષનો કાર્યકાળ માની લેવામાં આવે છે. કાયદા મુજબ જમીનથી નીચે એટલે કે ભૂગર્ભમાં કામ કરનારા આવા કર્મચારીઓને 4 વર્ષ 190 દિવસ પૂરા થતાં જ ગ્રેચ્યુઈટી માટે હકદાર માની લેવાશે. 

આ રીતે થાય છે ગણતરી
ગ્રેચ્યુઈટીની ગણતરી કરવાનો એક ફોર્મ્યુલા છે. કુલ ગ્રેચ્યુઈટીની રકમ= (અંતિમ પગાર) x (15/26) x (કંપનીમાં કેટલા વર્ષ કામ કર્યું). દાખલા તરીકે માની લો કે કોઈ કર્મચારીએ 20 વર્ષ એક જ કંપનીમાં કામ કર્યું છે અને તે કર્મચારીનો છેલ્લો પગાર 50,000 રૂપિયા છે. તો અહીં મહિનામાં 26 દિવસ ગણાય છે. કારણ કે એવું માની લેવાય છે કે 4 દિવસ રજા હોય છે. એક વર્ષમાં 15 દિવસના આધારે ગ્રેચ્યુઈટીની ગણતરી થાય છે. 

કુલ ગ્રેચ્યુઈટીની રકમ = (50000) x (15/26) x (20)= 576,923 રૂપિયા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More