નવી દિલ્હીઃ નરેન્દ્ર મોદી સરકારના તમામ પ્રયાસો છતાં આશા પ્રમાણે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નું કલેક્શન થઈ શક્યું નથી. આ સ્થિતિમાં સરકાર તરફથી એક ખાસ પહેલ કરવામાં આવી છે.
હકીકતમાં, સરકારે જીએસટી લોટરી યોજનાની શરૂઆત કરી છે. આ યોજના હેઠળ 10 લાખ રૂપિયાથી 1 કરોડ રૂપિયા સુધીનું ઇનામ આપવાની રજૂઆત છે. તેની જાણકારી આપતા કેન્દ્રિય પરોક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી)ના સભ્ય જોન જોસેફે જણાવ્યું કે, જીએસટીના પ્રત્યેક બિલ પર ગ્રાહકોને લોટરી જીતવાની તક મળશે. જેથી ગ્રાહક ટેક્સ ચુકાવવા માટે પ્રોત્સાહિત થશે.
જોસેફે કહ્યું, 'અમે એક નવી લોટરી સિસ્ટમ લઈને આવ્યા છીએ. જીએસટી હેઠળ પ્રત્યેક બિલ પર લોટરી જીતી શકાશે. તેનો ડ્રો કરવામાં આવશે. લોટરીનું મૂલ્ય એટલું ઉંચુ છે કે ગ્રાયક તે કહેશે કે 28 ટકાની બચન ન કરવા પર મારી પાસે 10 લાખ રૂપિયાથી એક કરોડ રૂપિયા જીતવાની તક હશે. આ ગ્રાહકની આદતમાં ફેરફાર સાથે જોડાયેલો સવાલ છે.'
યોજના મુજબ, ખરીદારીના બિલોને પોર્ટલ પર અપલોડ કરવામાં આવશે. લોટરીનો ડ્રો કમ્પ્યૂટર સિસ્ટમ દ્વારા થશે. વિજેતાઓને તેની જાણ કરવામાં આવશે. જીએસટી સિસ્ટમ હેઠળ ચાર પ્રકારના ટેક્સ સ્લેબ 5, 12, 18 અને 28 ટકા છે. નાણામંત્રી નિર્મલા સીતારમનની આગેવાની વાળી જીએસટી પરિષદ પ્રસ્તાવિત લોટરી યોજનાની સમીક્ષા કરશે. પરિષદ તે પણ નિર્ણય કરશે કે આ યોજના હેઠળ ઓછામાં ઓછી બિલની મર્યાદા શું હોય.
યોજના અનુસાર લોટરી વિજેતાઓને પુરસ્કાર ગ્રાહક કલ્યાણ કોષથી આપવામાં આવશે. આ કોષમાં નફાખોરી વિરોધી કાર્યવાહીથી પ્રાપ્ત રકમને ટ્રાન્સફર કરવામાં આવે છે.
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે