Home> Business
Advertisement
Prev
Next

2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે GST? શું ખરેખર સરકારે કરી છે આ જાહેરાત

GST on UPI transactions: સોશિયલ મીડિયા અને કેટલાક પ્લેટફોર્મ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાવવા પર વિચાર કરી રહી છે. કેટલો સાચો છે આ દાવો?

2000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર આપવો પડશે GST? શું ખરેખર સરકારે કરી છે આ જાહેરાત

GST on UPI transactions: સોશિયલ મીડિયા અને કેટલાક પ્લેટફોર્મ પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે કેન્દ્ર સરકાર 2000 રૂપિયાથી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર GST લગાવવા પર વિચાર કરી રહી છે. જો કે, સરકારે આ દાવાઓને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે, આ સમાચાર સંપૂર્ણપણે ખોટા, ભ્રામક અને પાયાવિહોણા છે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે સરકાર પાસે આવો કોઈ પ્રસ્તાવ નથી.

fallbacks

નાણા મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પેમેન્ટ ગેટવે અથવા અન્ય માધ્યમો દ્વારા વસૂલવામાં આવતી સર્વિસ ફી (જેમ કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ - MDR) સાથે સંબંધિત ચાર્જિસ પર જ GST વસૂલવામાં આવે છે. જો કે, જાન્યુઆરી 2020થી CBDTએ P2M (વ્યક્તિથી વેપારી) UPI વ્યવહારો પર MDR દૂર કર્યો છે, જેનો અર્થ છે કે UPI ચૂકવણીઓ પર કોઈ વધારાનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. તેથી GST વસૂલવાનો પ્રશ્ન ઊભો થતો નથી.

કડાકા-ભડાકા સાથે આ રાજ્યોમાં છે સૌથી મોટો ખતરો! ગુજરાત સહિત 18 રાજ્યમાં શું છે આગાહી

નાણા મંત્રાલયે કહ્યું કે, સરકારનો ઉદ્દેશ્ય ડિજિટલ પેમેન્ટ અને ખાસ કરીને UPIને પ્રોત્સાહન આપવાનો છે. આ હેઠળ UPI પ્રોત્સાહન યોજના નાણાકીય વર્ષ 2021-22થી લાગુ કરવામાં આવી છે, જે ખાસ કરીને ઓછી રકમના P2M વ્યવહારોને પ્રોત્સાહિત કરે છે.

આ યોજના હેઠળ સરકાર દ્વારા અત્યાર સુધી આપવામાં આવેલ ઈન્સેન્ટિવ
• નાણાંકીય વર્ષ 2021-22: ₹1,389 કરોડ  
• નાણાંકીય વર્ષ 2022-23: ₹2,210 કરોડ  
• નાણાંકીય વર્ષ 2023-24: ₹3,631 કરોડ  

2030માં ફરી તબાહી મચાવશે કોરોના જેવી બીમારી? સામે આવી ખૂબ જ ડરામણી ભવિષ્યવાણી

આ આંકડા દર્શાવે છે કે સરકાર નાના વેપારીઓ અને સામાન્ય ગ્રાહકોને ડિજિટલ પેમેન્ટ અપનાવવા પ્રોત્સાહિત કરવા માટે સતત રોકાણ કરી રહી છે.

ડિજિટલ પેમેન્ટમાં અગ્રેસર બની રહ્યું છે ભારત
ACI વર્લ્ડવાઈડ રિપોર્ટ 2024 અનુસાર 2023માં વિશ્વના કુલ રિયલ-ટાઇમ ટ્રાન્ઝેક્શનમાં ભારતનો હિસ્સો 49% હતો, જે સાબિત કરે છે કે ભારત ડિજિટલ પેમેન્ટના ક્ષેત્રમાં વૈશ્વિક લીડર બની ગયું છે.

અડધું ભારત નથી જાણતું આ ખાનગી લોન વિશે, Personal Loanથી પણ ઘણી સસ્તી

UPI ટ્રાન્ઝેક્શન વોલ્યુમમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નાણાકીય વર્ષ 2019-20માં ₹21.3 લાખ કરોડથી માર્ચ 2025 સુધીમાં ₹260.56 લાખ કરોડ થઈ ગયો છે. આમાંથી, P2M વ્યવહારો ₹59.3 લાખ કરોડ સુધી પહોંચી ગયા છે, જે વેપારીઓ અને ગ્રાહકો બન્ને વચ્ચે ડિજિટલ પેમેન્ટ્સમાં વધતા વિશ્વાસને દર્શાવે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More