Home> Business
Advertisement
Prev
Next

નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહત

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની આજે યોજાયેલી બેઠકમાં અનેક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે.

નમકીન, કેન્સરની દવાના ઘટશે ભાવ, GST કાઉન્સિલે લોકોને આપી મોટી રાહત

GST Council Meeting: ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કાઉન્સિલની 54મી બેઠકમાં આજે સોમવારે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે ઘણી મોટી જાહેરાત કરી છે. નાણામંત્રીએ કહ્યું કે નમકીન પર જીએસટી રેટ સંભવિત રૂપે ઘટી ગયો છે. સાથે કેન્સરની દવાઓ પર પણ જીએસટી રેટ ઘટાડવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું કે જીએસટી કાઉન્સિલે કેન્સરની દવા પર જીએસટી દર 12 ટકાથી ઘટાડી 5 ટકા કર્યો છે અને નમકીન પર જીએસટી 18 ટકાથી ઘટાડી 12 ટકા કરવામાં આવ્યો છે.

fallbacks

આજે યોજાઈ હતી બેઠક
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં રાજ્યોના નાણાં પ્રધાનો સાથે GST કાઉન્સિલની 54મી બેઠકમાં આરોગ્ય અને જીવન વીમાના પ્રીમિયમની ચુકવણી પર GST ઘટાડવા પર ચર્ચા થઈ હતી, પરંતુ આ મુદ્દા પર વધુ અભ્યાસ માટે, મામલો જીઓએમને મોકલવામાં આવ્યો હતો. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીની અધ્યક્ષતામાં આરોગ્ય વીમા પર જીએસટી દરમાં થયેલા ઘટાડાનો અભ્યાસ કરવા માટે મંત્રીઓના જૂથની રચના કરવામાં આવી છે. આ GOMએ ઓક્ટોબર 2024ના અંત સુધીમાં રિપોર્ટ તૈયાર કરવાનો રહેશે. અને નવેમ્બર 2024માં GST કાઉન્સિલની બેઠકમાં આ અંગે ચર્ચા કરવામાં આવશે.

ઓનલાઈન ગેમિંગ પર GST લાગૂ થવાથી સરકારનો ખજાનો ભરાયો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ઓનલાઈન ગેમિંગ પર જીએસટી લાગૂ થવાથી રેવેન્યૂમાં ઉલ્લેખનીય વધારો થયો છે. ઓનલાઈન ગેમ પર જીએસટીની જાહેરાત બાદ છેલ્લા છ મહિનામાં રેવેન્યૂ 412 ટકા વધી 6909 કરોડ થઈ ગયું છે. કેસીનોમાં પણ 30 ટકા રેવેન્યૂ વૃદ્ધિ જોવા મળી છે.

GST કાઉન્સિલના અન્ય મહત્વના નિર્ણય
- કાઉન્સિલે બિઝનેસ ટૂ કસ્ટમર જીએસટી ઇનવોઇસિંગ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

- ધાર્મિક યાત્રાઓ માટે હેલિકોપ્ટર સેવાઓ પર ટેક્સ ઘટાડી પાંચ ટકા કરવામાં આવ્યો છે. ઉત્તરાખંડના નાણામંત્રી પ્રેમ ચંદ અગ્રવાલે કહ્યુ કે કેદારનાથ, બદ્રીનાથ જેવી ધાર્મિક યાત્રાઓ પર શ્રદ્ધાળુઓ પાસેથી હેલિકોપ્ટરની સેવા માટે લેવામાં આવતો 18 ટકા ટેક્સ ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More