Home> Business
Advertisement
Prev
Next

Lockdownમાં HDFC બેન્કે ગ્રાહકોને આપી ડબલ ભેટ, હવે ઘરે બેઠા મળશે કેશ

લોકડાઉનમાં જ્યાં એક બાજુ અનેક વિસ્તારોને સીલ કરાયા છે ત્યાં એચડીએફસી બેન્ક તરફથી ગ્રાહકોને બે મોટી ભેટ અપાઈ છે. હવે ગ્રાહકો આ ખાનગી બેન્ક પાસેથી ઓછા વ્યાજદરે લોન લેવાની સાથે ઘરે બેઠા કેશ ફેસિલિટી પણ મેળવી શકે છે. 

Lockdownમાં HDFC બેન્કે ગ્રાહકોને આપી ડબલ ભેટ, હવે ઘરે બેઠા મળશે કેશ

નવી દિલ્હી: લોકડાઉનમાં જ્યાં એક બાજુ અનેક વિસ્તારોને સીલ કરાયા છે ત્યાં એચડીએફસી બેન્ક તરફથી ગ્રાહકોને બે મોટી ભેટ અપાઈ છે. હવે ગ્રાહકો આ ખાનગી બેન્ક પાસેથી ઓછા વ્યાજદરે લોન લેવાની સાથે ઘરે બેઠા કેશ ફેસિલિટી પણ મેળવી શકે છે. 

fallbacks

HDFCએ વ્યાજ દર ઘટાડ્યા
બુધવારે એચડીએફસી બેન્કે ગ્રાહકોને સારા સમાચાર આપ્યાં. બેન્કે પોતાના વ્યાજદરોમાં 0.20 ટકા ઘટાડો કર્યો છે. આ પગલાંથી હોમ/ઓટો લોન લેનારાઓને ઓછા વ્યાજ દરે લોન મળશે. હાલમાં જ રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા તરફથી બેન્ક વ્યાજદરોમાં 0.75 ટકાનો ઘટાડો કરાયો હતો. એચડીએફસી બેન્ક આ ઘટેલા વ્યાજદરનો લાભ હવે ગ્રાહકોને આપી રહી છે. 

કોરોનાથી દુનિયાને બચાવશે ભારત!, માત્ર અમેરિકા જ નહીં પરંતુ આ દેશોને પણ આપશે 'સંજીવની બુટી'

ઘરે બેઠા મળી શકશે કેશ
એચડીએફસી બેન્કે લોકડાઉનમાં ગ્રાહકોને લાભ માટે વધુ એક પગલું ભર્યુ છે. હવે તમારે કેશ લેવા માટે ઘરમાંથી બહાર કે એટીએમના ચક્કર નહીં કાપવા પડે. બેન્કે જાહેરાત કરી છે કે એચડીએફસી બેન્કની મોબાઈલ એટીએમ વાન ઘર પાસે જ આવી જશે. આ માટે બેન્ક સ્થાનિક પ્રશાસનના સંપર્કમાં છે. જે જગ્યાઓ પર વધુ પૈસાની ડિમાન્ડ હશે ત્યાં બેન્ક મોબાઈલ એટીએમ વાન પહોંચી જશે. લોકો પોતાના ઘર આગળ જ આ સુવિધા મેળવી શકશે. 

જુઓ LIVE TV

અત્રે જણાવવાનું કે કોરોના વાયરસના વધતા સંક્રમણને જોતા રાજ્ય સરકારોએ હોટ સ્પોટ શોધવાના શરૂ કરી દીધા છે. દિલ્હી અને યુપી સરકારોએ અનેક વિસ્તારોને સુરક્ષા કારણોસર સીલ કરી નાખ્યા છે. આ સ્થાનો પર ઘરે રહેતા લોકો બહાર નીકળી શકશે નહીં. પ્રશાસને લોકડાઉનને કડકાઈથી પાલન કરાવવાનો નિર્ણય લીધો છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More