Home> Business
Advertisement
Prev
Next

HDFC બેંકે લોન્ચ કરી કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા, ઉપયોગી સાબિત થશે આ કાર્ડ

HDFC Bank એ આર્મીમાં કામ કરી રહેલા જવાનોના પરિવાર માટે 'શૌર્ય કેજીસી કાર્ડ' (Shaurya KGC Card) લોન્ચ કર્યું છે. આ કાર્ડ વડે જવાનોના પરિવારજનોને ખેતીવાડીને લગતો સામાન જેમકે બીજ, ખાતર ખરીદી શકશે.

HDFC બેંકે લોન્ચ કરી કિસાન ક્રેડિટ કાર્ડ જેવી સુવિધા, ઉપયોગી સાબિત થશે આ કાર્ડ

નવી દિલ્હી: HDFC Bank એ આર્મીમાં કામ કરી રહેલા જવાનોના પરિવાર માટે 'શૌર્ય કેજીસી કાર્ડ' (Shaurya KGC Card) લોન્ચ કર્યું છે. આ કાર્ડ વડે જવાનોના પરિવારજનોને ખેતીવાડીને લગતો સામાન જેમકે બીજ, ખાતર ખરીદી શકશે. આર્મીના જવાનોના પરિવાર આ ફંડમાંથી ફાર્મ મશીનરી, સિંચાઇ માટે ડિવાઇસ જેવો સામાન ખરીદી શકશે. 

fallbacks

કિસાન ક્રેડિટ કાર્ડ  (KCC) ગાઇડલાઇન્સના આધારએ જ 'શૌર્ય કેજીસી કાર્ડ'ને લોન્ચ કરવામાં આવ્યું છે. આ કાર્ડના આધારે 10 લાખ રૂપિયા સુધીનો જીવન વિમો પણ મળશે. 

HDFC ના મેનેજિંગ ડાયરેક્ટર આદિત્ય પુરીએ કહ્યું કે અમારા માટે આ ગર્વની વાત છે કે સૈન્યબળોમાં કામ કરનાર લોકોના પરિવારો માટે અમે આ કાર્ડ લોન્ચ કરી રહ્યા છીએ. હું પોતે એરફોર્સ સાથે જોડાયેલા પરિવારનો સભ્ય છું. આપણી આર્મીના લોકો દેશ માટે મોટો ત્યાગ કરે છે.  

તેમણે કહ્યું કે વાયુદળના પરિવારમાંથી આવવાને કારણે ફરજ બજાવતા જવાનો તથા ઘરે તેમના પરિવારો ત્યાગ કરે છે અને જે હાડમારીનો સામનો કરે છે તે મેં નજીકથી જોયુ છે. અમે તેમના માટે કશુંક કરી ચૂક્યા હોવાથી મારી કારકીર્દી પૂર્ણ થઈ હોય તેવી મને એવી લાગણી થાય છે.  અમારી પાસે જે રીતે કિસાનો માટે પ્રોડકટ છે તેટલી જ સારી  પ્રોડકટ સશસ્ત્ર દળોના  જવાનો માટે પણ છે.  અમારી સુરક્ષા કરનારને અમારી આ સ્વાતંત્ર્ય દિનની ગિફ્ટ છે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More