Home> Business
Advertisement
Prev
Next

HEROની મોટરસાઇકલ 1 જાન્યુઆરી, 2020થી થશે મોંઘી, વધશે આટલા ભાવ

HERO Motocorp કંપની પોતાની તમામ રેન્જની બાઇક અને સ્કૂટર્સની કિંમતમાં વધારો કરવાનું પ્લાનિંગ કરી રહી છે

HEROની મોટરસાઇકલ 1 જાન્યુઆરી, 2020થી થશે મોંઘી, વધશે આટલા ભાવ

નવી દિલ્હી : HERO Motocorp કંપની પોતાની તમામ રેન્જની બાઇક અને સ્કૂટર્સની કિંમતમાં વધારો કરવાનું પ્લાનિંગ કરી રહી છે. કંપનીએ આ વિશેની જાહેરાત પણ કરી દીધી છે. કંપનીએ કહ્યું છે કે એ પોતાના ઉત્પાદનોની કિંમતમાં વધારો કરવાની છે. આ કિંમત 1 જાન્યુઆરી, 2020થી લાગુ થઈ જશે. હવે ગ્રાહકે હીરોની મોટરસાયકલ ખરીદવા માટે 2000 રૂ. વધારે ખર્ચવા પડશે. કંપનીએ સોમવારે જ આ વાતની જાણકારી આપી દીધી છે. 

fallbacks

State Bank of India ના ગ્રાહકો માટે આનંદના સમાચાર, EMIનો ભાર ઘટશે

HERO Motocorp કંપની દેશ અને દુનિયાની સૌથી મોટી ટુ વ્હીલર બનાવતી કંપની છે. તેની દરેક રેન્જમાં લાગુ કરવામાં આવેલો આ વધારો અલગઅલગ વેરિઅન્ટ અને માર્કેટના આધારે અલગઅલગ હોઈ શકે છે. જાણકારોનું માનવું છે કે ઓટો કંપનીઓ પર વાહનોના બીએસ 6 માપદંડના બદલાવને કારણે દબાણ વધ્યું છે અને એના કારણે તેમને કિંમતમાં વધારો કરવાની ફરજ પડી રહી છે. 

Airtel હવે વિદેશી કંપની બની જશે? જાણો શું છે સમગ્ર મામલો

સરકારે 2020ના એપ્રિલ મહિનાથી માત્ર બીએસ 6 માપદંડને પાસ કર્યા હોય એવા વાહનોના જ વેચાણનો આદેશ આપ્યો છે. ઘણા લાંબા સમયથી ઓટો સેક્ટર ડિમાન્ડમાં થયેલા ઘટાડાની સમસ્યા સામે લડી રહ્યું છે જેની અસર આવક પર પણ પડી છે. હીરો મોટોકોર્પ પોતાની બાઇક અને સ્કૂટર્સને બીએસ 6 વેરિઅન્ટમાં બદલવા માટે પ્રયત્નશીલ છે હાલમાં કંપનીએ બીએસ 6 વેરિઅન્ટમાં પોતાની મોટરસાઇકલ Splendor iSmart BS6 લોન્ચ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
બિઝનેસના સમાચાર જાણવા કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More