Home> Business
Advertisement
Prev
Next

મોંઘા પેટ્રોલ-ડીઝલથી છુટકારો! માર્કેટમાં આવ્યું 210km ની રેન્જવાળું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જુઓ વિગત

બેટરીની રેન્જને લઈને કંપનીએ દાવો કર્યો છે કે આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ કરવા પર 210 km સુધી ચાલે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને 600/1300-વોટની મોટરથી પાવર મળે છે.

મોંઘા પેટ્રોલ-ડીઝલથી છુટકારો! માર્કેટમાં આવ્યું 210km ની રેન્જવાળું દમદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, જુઓ વિગત

નવી દિલ્હીઃ ભારતમાં લોકો મોંઘા પેટ્રોલ અને ડીઝલને કારણે પરેશાન થઈ ગયા છે અને ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદી રહ્યાં છે. જો તમે પણ ઓછી કિંમતમાં વધુ ચાલતું સ્કૂટર ખરીદવા ઈચ્છો છો તો અમે તમને ઓછા બજેટમાં લાંબી ડ્રાઇવિંગ રેન્જના સ્કૂટર વિશે જાણકારી આપીશું, જેથી તમને પૈસાની બચત થાય. તમારા માટે હીરો ઇલેક્ટ્રિક એનવાઈએક્સ એચએક્સ (Hero Electric NYX HX) સારો વિકલ્પ હોઈ શકે છે, જે ઓછા બજેટમાં વધુ ડ્રાઇવિંગ રેન્જ આપે છે. આવો તેના વિશે જાણકારી મેળવીએ. 

fallbacks

210 km સુધીની રેન્જ
બેટરીની રેન્જને લઈને કંપનીએ દાવો કર્યો છે કે આ સ્કૂટર એકવાર ફુલ ચાર્જ કરવા પર 210 km સુધી ચાલે છે. ઇલેક્ટ્રિક સ્કૂટરને 600/1300-વોટની મોટરથી પાવર મળે છે, જે ત્રણ 51.2V / 30Ah લિથિયમ આયન બેટરી પેકથી જોડાયેલ છે. તે 4-5 કલાકમાં ફુલ ચાર્જ થઈ જાય છે. સ્કૂટરના ઉપયોગ પ્રમાણે હીરો ઇલેક્ટ્રિક તેમાં ચાર લેવલની સ્માર્ટફોન ટોપ-ઓફ-ધ-લાઈન રિમોટ સર્વિલાન્સ એટલે કે સ્કૂટરને ટ્રેક કરવાની સુવિધા, ડાયગ્નોસ્ટિક સોલ્યૂશન્સ સામેલ છે.

આ પણ વાંચોઃ Rakesh Jhunjhunwala ના ફેવરિટ સ્ટોક પર બ્રોકરેજનો દાવ, મળી શકે છે 52% નું રિટર્ન

કિંમત
આ નવા ઇલેક્ટ્રિક સ્કૂટરને યૂઝર્સ પોતાની બિઝનેસ જરૂરીયાત હિસાબ પ્રમાણે કસ્ટમાઇઝ પણ કરી શકો છો. સ્કૂટરને કસ્ટમાઇઝ કરવા માટે આઇસ બોક્સ અને સ્પિલ્ટ સીટ્સ જેવા ઘણા ઓપ્શન મળે છે. હીરો ઇલેક્ટ્રિકના આ નવા ઈ-સ્કૂટરની ટોપ સ્પીડ 42 કિલોમીટર પ્રતિ કલાક છે. તેમાં 1.536 kWh નું બેટરી પેક આપવામાં આવ્યું છે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર કમ્બાઇન્ડ બ્રેકિંગ સિસ્ટમ અને રિજેનરેટિવ બ્રેકિંગની સાથે આવે છે. Hero Electric NYX HX ના ટોપ મોડલની કિંમત 74990 રૂપિયા (એક્સ-શોરૂમ) છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More