Multi Asset Allocation Funds: એક મ્યુચ્યુઅલ ફંડ (Mutual Fund)ની એક જાહેરાત આજકાલ વાયરલ થઈ રહી છે, જેમાં એક ટેગ લાઈન છે કે તમે મ્યુચ્યુઅલ ફંડમાં MAAF કર્યું છે કે નહીં. વાસ્તવમાં, આ MAAF બીજું કંઈ નહીં પણ મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સનું શોર્ટ ફોર્મ છે. ચાલો હવે તમને બેસ્ટ મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સ (Multi Asset Allocation Funds) વિશે જણાવીએ, આ સાથે અમે તમને એ પણ જણાવીશું કે, જો તમે સરેરાશ 12 ટકાના વળતર સાથે પણ MAAF કરો છો તો તમે થોડા વર્ષોમાં કરોડપતિ કેવી રીતે બની શકો છો.
MAAF કરવું શા માટે બેસ્ટ છે?
MAAF એટલે મલ્ટી એસેટ એલોકેશન ફંડ, તે મ્યુચ્યુઅલ ફંડની એક એવી કેટેગરી છે જેમાં ઇક્વિટી, ડેટ અને ગોલ્ડ જેવા વિવિધ એસેટ વર્ગોમાં એકસાથે રોકાણ કરવામાં આવે છે. તેનો હેતુ જોખમને સંતુલિત કરતી વખતે રોકાણકારોને સ્થિર અને વધુ સારું રિટર્ન આપવાનો છે. આ ફંડ ખાસ કરીને એવા રોકાણકારો માટે ફાયદાકારક છે જેઓ શેરબજારની અસ્થિરતાથી ડરતા હોય છે પણ ઊંચા વળતરની પણ અપેક્ષા રાખે છે.
એર ઈન્ડિયાના હોંગકોંગથી દિલ્હીના પ્લેનમાં લેન્ડિંગ સમયે લાગી આગ, મચી ગયો હડકંપ
ટોપ મલ્ટી એસેટ એલોકેશન ફંડ
1) Quant Multi Asset Allocation Fund. આ ફંડે છેલ્લા 3 વર્ષમાં લગભગ 24% અને 5 વર્ષમાં લગભગ 31% નું જબરદસ્ત રિટર્ન આપ્યું છે.
2) ICICI Prudential Multi Asset Fund. આ ફંડ લાંબા સમયથી રોકાણકારોનું પ્રિય રહ્યું છે. તેણે છેલ્લા 3 વર્ષમાં સરેરાશ 22% અને 5 વર્ષમાં 25% વળતર આપ્યું છે.
3) UTI Multi Asset Allocation Fund. UTIનું આ ફંડ એવા રોકાણકારો માટે યોગ્ય છે જેઓ સ્થિરતાને પ્રાથમિકતા આપે છે. આ ફંડે 3 વર્ષમાં સરેરાશ 21% અને 5 વર્ષમાં 17% વળતર આપ્યું છે.
4) SBI Multi Asset Allocation Fund. SBIના આ ફંડે ત્રણ વર્ષમાં સરેરાશ 18% અને પાંચ વર્ષમાં 16% વળતર આપ્યું છે. સરકારી સંસ્થાઓમાં વિશ્વાસ ધરાવતા અને લાંબા ગાળાના વિચાર ધરાવતા લોકો માટે આ એક સારો વિકલ્પ છે.
5) Tata Multi Asset Allocation Fund. ટાટા ગ્રુપના આ ફંડે 1 વર્ષમાં 8.12%, 3 વર્ષમાં 17.95% અને 5 વર્ષમાં 19.42% વળતર આપ્યું છે.
ઈતિહાસની સૌથી મોટી શોધ, વૈજ્ઞાનિકોને મળ્યો અરબોનો 'ખજાનો'; આ દેશ બન્યો માલામાલ!
2000 રૂપિયાનું રોકાણ કરીને કેવી રીતે બનવું કરોડપતિ
હવે ધારો કે, તમે મલ્ટી એસેટ એલોકેશન ફંડમાં રોકાણ કર્યું છે અને તેણે સરેરાશ વાર્ષિક માત્ર 12 ટકા રિટર્ન આપ્યું છે, તો પણ તમે કરોડપતિ બની શકો છો. ખાસ કરીને જો તમે હાલમાં 20 વર્ષના છો, અને આ રૂપિયા તમારા રિટાયરમેન્ટ પ્લાન માટે રોકાણ કરી રહ્યા છો, તો 40 વર્ષમાં તમને લગભગ 1,95,86,142 રૂપિયાનું ફંડ મળશે. ખાસ વાત એ છે કે, આ ફંડમાં તમારું રોકાણ ફક્ત 9,60,000 રૂપિયા હશે. જ્યારે, તમને તેના પર 1,86,26,142 રૂપિયાનું વ્યાજ મળશે.
લક્ષ્મી નારાયણ અને ગજલક્ષ્મી રાજયોગ આ 5 રાશિઓને બનાવશે મહાધનવાન, કરશે મોજે દરિયા!
બીજી બાજુ, જો તમે રોકાણની રકમ 2000 રૂપિયાથી વધારીને 5000 રૂપિયા કરો છો, તો તમને 40 વર્ષમાં 4 કરોડ 89 લાખ 65 હજાર રૂપિયાનું ફંડ મળશે. આ રિટર્ન પણ વાર્ષિક સરેરાશ 12 ટકાના વ્યાજ દરે છે. જ્યારે, જો આપણે અત્યાર સુધીના ડેટા પર નજર કરીએ તો, ટોપના 5 મલ્ટી એસેટ એલોકેશન ફંડ્સે લાંબા ગાળે આના કરતા ઘણું વધારે વળતર આપ્યું છે.
(Disclaimer: અહીં આપેલી સ્ટોક રોકાણ સલાહ બ્રોકરેજ હાઉસ દ્વારા આપવામાં આવી છે. આ Z 24 કલાકના મંતવ્યો નથી. રોકાણ કરતા પહેલા તમારા સલાહકારની સલાહ લો.)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે