Home> Business
Advertisement
Prev
Next

10 Gram Gold Loan : 10 ગ્રામ સોના પર કેટલી મળશે લોન ? RBIએ ગોલ્ડ લોનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

10 Gram Gold Loan : જો તમે ગોલ્ડ લોન લેવાનું વિચારી રહ્યા છો, તો આ લેખમાં અમે તમને ગોલ્ડ લોન માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના નવા નિયમો શું છે અને 10 ગ્રામ સોના પર કેટલી લોન મળી શકે, તેના વિશે આ લેખમાં જાણીશું. 

10 Gram Gold Loan : 10 ગ્રામ સોના પર કેટલી મળશે લોન ? RBIએ ગોલ્ડ લોનના નિયમોમાં કર્યો મોટો ફેરફાર

10 Gram Gold Loan : RBIએ તાજેતરમાં ભારતમાં ગોલ્ડ લોનના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, ત્યારે આ લેમાં જાણીશું કે નવા નિયમો શું છે અને હવે 10 ગ્રામ સોના પર કેટલી ગોલ્ડ લોન મેળવી શકો છે.

fallbacks

RBIના નવા ગોલ્ડ લોનના નિયમો 

S&P ગ્લોબલ રેટિંગ્સના અહેવાલ મુજબ, હવે 2.5 લાખ રૂપિયાથી 5 લાખ રૂપિયા સુધીની ગોલ્ડ લોન પર સોનાના મૂલ્યના 80% સુધી લોન મળી શકે છે, જ્યારે 5 લાખ રૂપિયાથી વધુની લોન માટે આ મર્યાદા ઘટાડીને 75% કરવામાં આવી છે. આ ફેરફાર 1 એપ્રિલ, 2026 સુધીમાં તમામ સંબંધિત સંસ્થાઓ દ્વારા લાગુ કરવો ફરજિયાત રહેશે. તેનો હેતુ ધિરાણકર્તાઓને તેમના વ્યવસાય મોડેલમાં સુધારો કરવાની તક આપવાનો અને ઉધાર લેનારાઓને વધુ સુવિધા આપવાનો છે.

નોંધી લો તારીખ ! 1 જુલાઈથી આ લોકોને નહીં મળે પેટ્રોલ-ડીઝલ, લાગુ થશે નવા નિયમો

10 ગ્રામ સોના પર કેટલી ગોલ્ડ લોન મળશે ?

  • સોનાની લોનની રકમ સોનાની શુદ્ધતા અને બજાર કિંમતના આધારે નક્કી કરવામાં આવે છે. સામાન્ય રીતે 22 કેરેટ સોનું ગીરવે મૂકવામાં આવે છે.
  • ઉદાહરણ તરીકે, જો પ્રતિ ગ્રામ 22 કેરેટ સોનાની કિંમત 9,000 રૂપિયા હોય, તો 10 ગ્રામ સોનાની કુલ કિંમત 90,000 રૂપિયા થશે.
  • 75% લોન-ટુ-વેલ્યુ (LTV)ના હિસાબે તમે 67,500 રૂપિયા સુધીની ગોલ્ડ લોન મેળવી શકો છો.
  • લોન લેતી વખતે બજાર મૂલ્ય અને સોનાની શુદ્ધતા અનુસાર આ રકમ થોડી વધી અથવા ઘટી શકે છે.

ગોલ્ડ લોન ક્યાંથી લેવી - બેંક કે NBFC ?

ગોલ્ડ લોન મેળવવા માટે, તમે બેંક અથવા નોન-બેંકિંગ ફાઇનાન્સ કંપની (NBFC) બંને વિકલ્પોમાંથી પસંદ કરી શકો છો. બેંકો સામાન્ય રીતે ઓછા વ્યાજ દરે લોન આપે છે, પરંતુ પ્રક્રિયામાં થોડો વધુ સમય લાગી શકે છે. બીજી બાજુ, NBFC તરફથી ગોલ્ડ લોન ઝડપથી મંજૂર થાય છે પરંતુ વ્યાજ દર થોડો વધારે હોય છે. તેથી તમારી જરૂરિયાત અને સુવિધા અનુસાર યોગ્ય વિકલ્પ પસંદ કરવો મહત્વપૂર્ણ છે.

શું ગોલ્ડ લોન લેવી યોગ્ય વિકલ્પ છે ?

જ્યારે અચાનક નાણાકીય જરૂરિયાત આવે છે, ત્યારે ગોલ્ડ લોન એક સારો અને સસ્તો વિકલ્પ સાબિત થઈ શકે છે. ગોલ્ડ લોનનો વ્યાજ દર પ્રોપર્ટી લોન અથવા પર્સનલ લોન કરતાં ઓછો હોય છે અને તે ઝડપથી મેળવી પણ શકાય છે. જો કે, વ્યાજ દર અને લોનની શરતોને કાળજીપૂર્વક સમજવી મહત્વપૂર્ણ છે જેથી લોન લેવી મુશ્કેલીનું કારણ ન બને.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More