Home> Business
Advertisement
Prev
Next

પેટ્રોલ-ડીઝલ મોંઘુંદાટ : શરૂ કરો તમારો પેટ્રોલ  પંપ અને પહેલા દિવસથી જ કરો જબરદસ્ત કમાણી

હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) તમને આ તક આપે છે

પેટ્રોલ-ડીઝલ મોંઘુંદાટ : શરૂ કરો તમારો પેટ્રોલ  પંપ અને પહેલા દિવસથી જ કરો જબરદસ્ત કમાણી

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમત વચ્ચે સારા બિઝનેસની પણ શક્યતા છે. આ સમય તમારો પેટ્રોલ પંપ શરૂ કરવા માટે યોગ્ય છે. જો તમે પેટ્રોલ પંપ ખરીદવા ઇચ્છા તો હિંદુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) તમારી મદદ કરશે. HPCLનું દેશમાં 500 નવા પેટ્રોલ પંપનું પ્લાનિંગ છે. HPCLના મેનેજિંગ ડિરેક્ટર એમ.કે. સુરાનાએ કહ્યું છે કે હાલમાં કંપનીએ પોતાનો બિઝનેસનો ફેલાવો કર્યો છે. તેમણે કહ્યું છે કે 2017-18ના નાણાંકીય વર્ષમાં HPCLએ 669 નવા પેટ્રોલ પંપોને મંજૂરી આપી છે. દેશમાં HPCLના 15,062 રિટેઇલ આઉટલેટ છે. કંપનીની યોજના 2018-19ના નાણાંકીય વર્ષ વધારે 500 આઉટલેટ ખોલવાની છે. આ માટે કંપનીની વેબસાઇટ પર ડિટેઇલ્સ પ્રોસેસ છે. 

fallbacks

આ અરજી માટે શું છે જરૂરી ?

  • પેટ્રોલ પંપ માલિક બનવા માટે ભારતીય નાગરિકત્વ જરૂરી છે
  • તમારી ઉંમર 21થી 55 વર્ષ વચ્ચે હોવી જરૂરી છે
  • ઓછામાં ઓછો 10 ધોરણ સુધીનો અભ્યાસ હોવો જોઈએ
  • પેટ્રોલ પંપ ખોલવા માટે તમારી પાસે જમીન હોવી જરૂરી છે. જો ભાડા પર લો જમીન વિશે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ લેવું જરૂરી
  • લીઝ પર લેવાયેલી જમીન માટે લીઝ એગ્રીમેન્ટ જરૂરી. આ માટે રજિસ્ટર્ડ સેલ્સ ડીડ અથવા તો લીઝ ડીડ હોવી જોઈએ
  • ગ્રીન બેલ્ટ આસપાસ જમીન ન હોવી જોઈએ
  • જમીનના તમામ ડોક્યમેન્ટસ અને નકશો હોવો જોઈએ

પેટ્રોલ પંપ ખોલવા માટે આવતો ખર્ચ પેટ્રોલિયમ કંપની પર નિર્ભર કરે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં અલગઅલગ ખર્ચ થાય છે. પ્રોપર્ટી ખર્ચ સિવાય પેટ્રોલ પંપ ખોલવાનો ખર્ચ ગ્રામીણ વિસ્તારમાં 12 લાખ રૂ. અને શહેરી વિસ્તારમાં 25 લાખ રૂ. હોઈ શકે છે. 

ડીલરશીપની વિગતો જાણવા માટે કરો ક્લિક...

આ પેટ્રોલ પંપ માટે અરજી કર્યા પછી કંપની તમારું લોકેશન જોશે અને પછી કોન્ટ્રેક્ટ માટે તમને બોલાવશે. પહેલા રાઉન્ડમાં પસંદગી થયા પછી કંપની સાથે બીજો ઇન્ટરવ્યૂ થશે અને પછી જ પેટ્રોલ પંપ ખોલવાનું લાયસન્સ મળશે. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More