પ્રાઈવેટ સેક્ટરની બીજી મોટી લેન્ડર આઈસીઆઈસીઆઈ બેંકે (ICICI Bank) એક એવી જાહેરાત કરી છે જે તેના ગ્રાહકોને મોટો ઝટકો આપી શકે તેમ છે. આ નવો નિયમ 1 ઓગસ્ટ 2025થી ખુલતા ખાતાઓ પર લાગૂ થશે.
મિનિમમ એવરેજ બેલેન્સમાં 5 ગણો વધારો
નવા નિયમ મુજબ ICICI Bank એ સેવિંગ્સ એકાઉન્ટમાં ન્યૂનતમ સરેરાશ બેલેન્સ મર્યાદામાં 5 ગણા સુધીનો વધારો કરી નાખ્યો છે. ત્યારબાદ ગ્રાહકોએ હવે પહેલા કરતા વધુ રકમ પોતાના બચત ખાતામાં રાખી મૂકવી પડશે.
આ ગ્રાહકો પર થશે અસર
બેંક તરફથી મેટ્રો, શહેરી, અર્ધ શહેરી, ગ્રામીણ તમામ ક્ષેત્રોના ગ્રાહકો માટે ન્યૂનતમ સરેરાશ બેલેન્સ મર્યાદામાં વધારો કરાયો છે.
હવે બચત ખાતામાં આટલા રૂપિયા રાખવા પડશે
મેટ્રો અને અર્બનમાં સૌથી મોટો વધારો
ICICI Bank ના જણાવ્યાં મુજબ હવે મેટ્રો અને અર્બનના ગ્રાહકોએ પોતાના બચત ખાતામાં એક મહિના દરમિયાન ન્યૂનતમ 50,000 રૂપિયા સરેરાશ બેલેન્સ જાળવવું પડશે. પહેલા આ મર્યાદા 10,000 રૂપિયા હતી. જે હવે 5 ગણી વધુ છે.
સેમી અર્બનમાં પણ ફેરફાર
બીજી બાજુ સેમી અર્બનના ગ્રાહકોએ પણ હવે મહિના દરમિયાન સરેરાશ 25,000 રૂપિયાનું ન્યૂનતમ સરેરાશ બેલેન્સ સેવિંગ્સ અકાઉન્ટમાં રાખવું પડશે જે પહેલા મર્યાદા 5,000 રૂપિયા હતી.
ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો પર શું અસર
આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારના ગ્રાહકો માટે સરેરાશ માસિક બેલેન્સ મર્યાદાને 2,500 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે.
ક્યારથી લાગૂ થશે
ICICI બેંકની સેવિંગ એકાઉન્ટ માટે નવી ન્યૂનતમ સરેરાશ બેલેન્સની મર્યાદા 1 ઓગસ્ટથી સમગ્ર દેશની તમામ બ્રાન્ચમાં પ્રભાવી થઈ ગઈ છે.
ICICI Bank Minimum monthly average balance (MAB)
Metro and Urban branches- Rs 50,000
Semi-urban branches- Rs 25,000
Rural branches- Rs10,000
ન રાખો તો શું પેનલ્ટી
ICICI બેંકના ગ્રાહકો જે 1 ઓગસ્ટથી સંશોધિત ન્યૂનતમ રકમ જાળવી રાખવામાં નિષ્ફળ જશે તો તેમણે અપડેટેડ ચાર્જ લિસ્ટ મુજબ પેનલ્ટીનો સામનો કરવો પડશે.
આ સરકારી બેંકે મિનિમમ બેલેન્સની જરૂરિયાત ખતમ કરી
એકબાજુ ICICI જેવા પ્રાઈવેટ બેંક ન્યૂનતમ સરેરાશ બેલેન્સ મર્યાદા વધારી રહ્યા છે ત્યાં બીજીબાજુ સરકારી બેંક તેને ખતમ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક મહિનામાં અનેક સરકારી બેંકે સેવિંગ એકાઉન્ટમાં ન્યૂનતમ બેલેન્સને ફરજિયાત બનાવતો નિયમ સમાપ્ત કર્યો છે. આ બેંકોમાં ભારતીય સ્ટેટ બેંક, કેનરા બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ નેશનલ બેંક સામેલ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે