Home> Business
Advertisement
Prev
Next

જો તમારું પણ PF ખાતું છે તો ઝડપથી પતાવી દો આ કામ, EPFO એ ટ્વીટ કરીને આપી માહિતી

Online e-Nomination: જો તમે પણ EPF એકાઉન્ટ હોલ્ડર છો તો આ સમાચાર તમારા માટે છે. તમે ઘરે બેઠા EPFO થી જોડાયેલી આ સુવિધાને શુરૂ કરી શકો છો. તેની સંપૂર્ણ પ્રોસેસ અમે તમને જણાવી રહ્યા છીએ.

જો તમારું પણ PF ખાતું છે તો ઝડપથી પતાવી દો આ કામ, EPFO એ ટ્વીટ કરીને આપી માહિતી

નવી દિલ્હી: કેન્દ્રીય ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) તેમના સબ્સક્રાઈબર્સને ઘણી સુવિધાઓ પૂરી પાડે છે. આજકાલ EPFO ના સબસ્ક્રાઇબર્સ સંબંધિત તમામ કામ ઓનલાઈન થઈ શકે છે. તેવી જ રીતે તેની ઈ-નોમિનેશન સેવા પણ ઓનલાઈન કરી શકાય છે. આ માટે તમે EPFO ની વેબસાઈટ પર ઘરે બેસીને આ કામ સરળતાથી કરી શકો છો. જો તમે EPFO ની તમામ સુવિધાઓનો લાભ લેવા માંગતા હો, તો તમારે તમારું નામાંકન કરવું પડશે. આ માટે તમારે EPFO ઓફિસ જવાની જરૂર નથી. આજે અમે તમને ઘરે બેઠા ઈ-નોમિનેશન કેવી રીતે કરવું તે જણાવવા જઈ રહ્યા છીએ.

fallbacks

EPFO એ ટ્વીટ કરીને આપી માહિતી
EPFO એ તેના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી એક ટ્વીટ કરીને તેના સબસ્ક્રાઈબર્સને આ અંગેની જાણકારી પણ આપી છે. EPFO એ આ ટ્વીટમાં લખ્યું છે કે, 'EPF સભ્યો વર્તમાન EPF/EPS નોમિનેશનને બદલવા માટે નવું નોમિનેશન ફાઇલ કરી શકે છે. નવીનતમ PF નોમિનેશનમાં ઉલ્લેખિત નોમિનીનું નામ અંતિમ માનવામાં આવશે, જ્યારે એકાઉન્ટ ધારક દ્વારા નવેસરથી નોમિનેશન કર્યા પછી, અગાઉનું નોમિનેશન રદ કરવામાં આવશે. ચાલો આખી પ્રક્રિયાની સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા વિશે જાણીએ.

સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
1. સૌથી પહેલા તમને EPFO ની વેબસાઈટ (https://www.epfindia.gov.in/site_en/index.php) પર જઈ Service ના ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
2. ત્યારબાદ ફોર એમ્પ્લોયઝ સેક્શન પર ક્લિક કરો. રીડાયરેક્ટ કર્યા બાદ Member UAN/Online Service ઓપ્શન પર ક્લિક કરવું પડશે.
3. ત્યારબાદ સબસ્ક્રાઇબરને ઓફિશિયલ મેમ્બર e-SEWA પોર્ટલ પર રીડાયરેક્ટ કરવામાં આવશે, જ્યાં UAN અને પાસવર્ડની મદદથી લોગ ઇન કરવું.
4. ત્યારબાદ ડ્રોપ ડાઉન મેનૂમાં મેનેજ ટેબ પર જાઓ અને E-Nomination પસંદ કરો. આમાં હા વિકલ્પ પસંદ કરો અને ફેમિલી ડિક્લરેશનને અપડેટ કરો.
5. Add Family Details પર ક્લિક કરો અને નોમિનેશન વિગતો પસંદ કરો જેમાંથી તમે શેર કરવાની કુલ રકમ જાહેર કરી શકો છો.
6. ત્યારબાદ સેવ EPF નોમિનેશન પર ક્લિક કરો. આગળના પેજ પર ગયા પછી e-sign વિકલ્પ પર ક્લિક કરો.
7. તમારા આધાર કાર્ડ સાથે જોડાયેલા મોબાઈલ નંબર પર OTP મોકલવામાં આવશે, ત્યારબાદ આ પ્રક્રિયા પૂર્ણ થશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More