Home> Business
Advertisement
Prev
Next

Cibil Score ખરાબ છે, બેંકમાંથી લોન નથી મળતી? ચિંતા ન કરો...આ 5 રીતે બની જશે તમારું કામ

જો તમારી સામે ક્યારે એવી સમસ્યા ઊભી થાય કે બેન તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે તો પરેશાન ન થાઓ. અમે તમને જણાવીશું કે સિબિલ સ્કોર  ખરાબ હોય તો પણ કેવી રીતે લોન મળી શકે. 

Cibil Score ખરાબ છે, બેંકમાંથી લોન નથી મળતી? ચિંતા ન કરો...આ 5 રીતે બની જશે તમારું કામ

જ્યારે તમે લોન માટે અરજી કરો છો ત્યારે સૌથી પહેલા તમારો સિબિલ સ્કોર ચેક કરવામાં આવે છે. જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો શક્ય છે કે તમને લોન મળે નહીં. સિબિલ સ્કોર વિશ્વસનિયતાનો માપદંડ માનવામાં આવે છે. જે દર્શાવે છે કે ગત લોન દરમિયાન તમારી રિપેમેન્ટ હિસ્ટ્રી કેવી હતી. જો તમારી સામે ક્યારે એવી સમસ્યા ઊભી થાય કે બેન તમારી લોન એપ્લિકેશન રિજેક્ટ કરે તો પરેશાન ન થાઓ. અમે તમને જણાવીશું કે સિબિલ સ્કોર  ખરાબ હોય તો પણ કેવી રીતે લોન મળી શકે. 

fallbacks

NBFC માં કરો અરજી
જો તમારો સિબિલ સ્કોર  ખરાબ હોય અને બેંકમાંથી લોન ન મળી શકે તેમ હોય અને પૈસાની  ખુબ જરૂર હોય તો તમે NBFC માં અરજી કરી શકો છો. અહીં તમને ઓછો સિબિલ સ્કોરની સાથે લોન મળી શકે છે. પરંતુ વ્યાજ દર બેંક કરતા વધુ હોઈ શકે છે. 

જોઈન્ટ લોનનો વિકલ્પ
જો તમારો સિબિલ સ્કોર  ખરાબ હોય પરંતુ તમારા પાર્ટનરનો સારો હોય તો તમે તેમની સાથે મળીને જોઈન્ટ લોનનો વિકલ્પ પસંદ કરી શકો છો. આ સિવાય તમે કોઈ ગેરંટર જેનો  ક્રેડિટ સ્કોર સારો હોય તેના દ્વારા પણ લોન લઈ શકો છો. 

એડવાન્સ સેલરી
જો તમે નોકરીયાત હોવ તો તમામ કંપનીઓમાં એડવાન્સ સેલરી તરીકે પણ લોનનો વિકલ્પ મળે છે. આવામાં લોનની રકમ સીધી તમારા એકાઉન્ટમાં પહોંચે છે. તમે એડવાન્સ સેલરીનો વિકલ્પ પસંદ કરીને પણ શોર્ટ ટર્મ જરૂરિયાત પૂરી કરી શકો  છો. 

FD પર લોન
જો તમારી કોઈ એફડી હોય, કે પછી એલઆઈસી કે PPF માં જેવી સ્કીમમાં રોકાણ કર્યું હોય તો તેના બદલે પણ લોન લઈ શકો છો. તેમાં તમારી જમા રકમના આધારે તમને કરજ આપવામાં આવે છે. આ  કરજ ચૂકવવા માટે નિર્ધારિત સમય પણ આપવામાં આવે છે. જો તમારું પીપીએફ એકાઉન્ટ ઓછામાં ઓછું એક નાણાકીય વર્ષ જૂનું હોય તો તમે લોન માટે અરજી કરી શકો છો. પાંચ વર્ષ સુધી તેના પર લોનની સુવિધા મળી શકે છે. ત્યારબાદ આંશિક ઉપાડની સુવિધા મળે છે. 

ગોલ્ડ લોન
ગોલ્ડ લોન એક પ્રકારની સિક્યોર્ડ લોન છે. જો તમારો સિબિલ સ્કોર ખરાબ હોય તો તમે ગોલ્ડ લોનનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેમાં દસ્તાવેજી કાર્યવાહી ઓછી હોય છે. તમારા સોનાને સિક્યુરિટી તરીકે રાખવામાં આવે છે અને સોનાની હાલની કિંમતના 75 ટકા સુધીની લોન મળે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More