Home> Business
Advertisement
Prev
Next

ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ ગયા પૈસા? એક ઝટકામાં પરત મળશે રકમ, ફટાફટ કરો આ કામ

બેકિંગ સુવિધાઓને સરળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ નવી સુવિધાઓ સાથે જોડી મુશ્કેલીઓ પણ વધી ગઇ છે. જેમ કે ઘણીવાર ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરવામાં ભૂલથી કોઇ બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઇ જાય છે. જો તમે પણ ભૂલથી બીજા કોઇના ખાતામાં પૈસા ટ્રાંસફર કરી દીધા ત્યારે તમે શું કરશો? તે પૈસા પરત કેવી રીતે મેળવશો?

ખોટા એકાઉન્ટમાં ટ્રાંસફર થઇ ગયા પૈસા? એક ઝટકામાં પરત મળશે રકમ, ફટાફટ કરો આ કામ

નવી દિલ્હી: Banking Services: ઓનલાઇન બેકિંગમાં ઘણીવાર ખોટા ખાતામાં પૈસા ટ્રાંસફર થઇ જાય છે. યુપીઆઇ, નેટ બેકિંગ, મોબાઇલ વોલેટે અને બેકિંગ ટ્રાંજેક્શન સાથે જોડાયેલી મુશ્કેલીઓને ઘણી હદ સુધી ઓછી કરી દીધી છે. હવે પૈસા ટ્રાંસફરનું કામ બસ એક મોબાઇલ વડે ચપડી વગાડતાં થઇ જાય છે. પરંતુ તેમાં ઘણીવાર ભૂલથી ખોટા નંબર પર પૈસા ટ્રાંસફર થઇ જાય છે. 

fallbacks

ફટાફટ પરત મળશે રકમ
બેકિંગ સુવિધાઓને સરળ બનાવવા માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. પરંતુ નવી સુવિધાઓ સાથે જોડી મુશ્કેલીઓ પણ વધી ગઇ છે. જેમ કે ઘણીવાર ઓનલાઇન પૈસા ટ્રાંસફર કરવામાં ભૂલથી કોઇ બીજા બેંક એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થઇ જાય છે. જો તમે પણ ભૂલથી બીજા કોઇના ખાતામાં પૈસા ટ્રાંસફર કરી દીધા ત્યારે તમે શું કરશો? તે પૈસા પરત કેવી રીતે મેળવશો? જો તમારી સાથે પણ આવું થયું છે તો જાણી લો કે તમે આ રકમ પરત લઇ શકશો. આવો જાણીએ આ પ્રક્રિયા.

બેંકને તાત્કાલિક આપી જાણકારી
જો તમારી સાથે પણ આવું થયું છે તો, જેવી જ તમને ખબર પડે કે તમારા પૈસા કોઈ બીજાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે, તો તરત જ તમારી બેંકને જાણ કરો. કસ્ટમર કેરને ફોન કરો અને તેમને આખી વાત જણાવો. બેંક તમારી પાસે ઇ-મેલ પર બધી જાણકારી માંગો તેમાં થયેલા ખોટા ટ્રાંજેક્શનની પુરી જાણકારી આપો. ટ્રાંજેક્શનની તારીખ, સમય અને તમારો એકાઉન્ટ નંબર અને જે ખાતામાં ભૂલથી પૈસા ટ્રાંસફર થઇ ગયા છે, તેનો પણ ઉલ્લેખ જરૂર કરો. 

જો ખોટા ખાતામાં પૈસા ટ્રાંસફર થઇ ગયા છે તો રકમ પરત વાપસીમાં થોડો સમય લાગી શકે છે. તમે સૌથી પ્રથમ બ્રાંચમાં જઇને મેનેજરને તેની જાણકારી આપી. કારણ કે તમે તમારી બેંક પાસે જાણી શકો છો કે કયા શહેરની બ્રાંચના કયા એકાઉન્ટમાં પૈસા ટ્રાંસફર થયા છે. તે બ્રાંચમાં વાત કરો તમે તમારા પૈસા પરત મેળવવા માટે પ્રયત્ન કરી શકો છો. તમારી સૂચનાના આધારે બેંક તે વ્યક્તિને સૂચના આપશે, જેના ખાતામાં ભૂલથી પૈસા ટ્રાંસફર થઇ ગયા છે. ત્યારબાદ બેંક તે વ્યક્તિ પાસેથી ખોટા ટ્રાંસફર થયેલા પૈસાને પરત લેવાની અનુમતિ માંગશે. 

તાત્કાલિક કરાવો કેસ દાખલ
જો તે વ્યક્તિ જે ખાતામાં ભૂલથી પૈસા ટ્રાંસફર થયા છે, તે પરત આપવાની ના પાડે છે તો તેના વિરૂદ્ધ કોર્ટમાં કેસ પણ દાખલ કરી શકાય છે, જોકે પૈસા પરત ન કરવાની સ્થિતિમાં આ અધિકાર રિઝર્વ બેંક નિયમોના ઉલ્લંઘનના સંદર્ભમાં હોય છે. ભારતીય અરિઝર્વ બેંકના દિશા-નિર્દેશના અનુસાર લાભાર્થીના ખાતાની સાચી જાણકારી આપવી લિંક કરનારની જવાબદારી છે. જો કોઇ કારણસર લિંક કરનારની ભૂલ થાય છે તો તેની જવાબદારી બેંકની રહેશે નહી. 

બેંકો માટે આરબીઆઇના નિર્દેશ
જ્યારે તમે બેંક એકાઉન્ટ દ્રારા બીજાના ખાતામાં પૈસા ટ્રાંસફર કરો છો તો તમારી પાસે એક મેસેજ આવે છે. તેમાં પણ લખ્યું હોય છે કે જો ટ્રાંજેક્શન ખોટું છે તો મહેરબાની કરીને આ મેસેજને આ નંબર પર મોકલો. આરબીઆઇ પણ બેંકોને નિર્દેશ આપ્યા છે જો ભૂલથી પૈસા બીજાના ખાતામાં જમા થઇ જાય છે તો તમારી બેંકને જલદી જ પગલું ભરવું જોઇએ. બેંક તમારા પૈસાને ખોટા ખાતામાંથી સાચા ખાતામાં પરત આપવા માટે જવાબદાર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More