અમેરીકાએ લાદ્યા ભારે ટેક્સ
અમેરીકામાં ટ્રમ્પ સરકાર ફરીવાર આવ્યા બાદ ઘણાં ફેરફારો આવ્યા છે. જેની અસર ફક્ત અમેરિકાને જ નહિ પણ ભારત સહિત અન્ય દેશોને પણ થઈ છે. ટ્રમ્પે નીતિમાં કરેલ ફેરફાર મુજબ અમેરિકાથી ભારત પૈસા મોકલવા ખૂબ જ મોંઘા પડે છે. જેનું કારણ એ છે કે અહીં મોકલાવેલ પૈસા પર 3.5 ટકા એક્સાઈઝ ટેક્સ લાગવાનો પ્રસ્તાવ છે. અમેરિકી પ્રતિનિધિ સભા 'વન બિગ બ્યુટીફુલ બિલ'એ પસાર કર્યો છે. જેમાં બિન અમેરિકી નાગરિકોને લક્ષ્ય બનાવ્યાં છે. આ ટેક્સ સિસ્ટમને કારણે અમેરિકાથી પૈસા મેળવનાર ભારતના પરિવારોને આર્થિક નુકસાન થશે.
ટૂંકા સમયગાળે નાની રકમ ટ્રાંસફર કરવી
અમેરિકાથી ઘરે એટલે કે ભારતમાં પૈસા મોકલવા બિન અમેરિકી નાગરિકોને મોંઘા પડે છે. પરિણામે વિશેષજ્ઞોએ સલાહ આપી છે જેનાથી આ બોજ થોડો હળવો થઈ શકે છે. તેઓ સૂચવે છે કે લાંબા સમય અંતરે મોટી રકમ મોકલવી તેના કરતા થોડાં-થોડાં સમયે નાની રકમ મોકલવી.
કેવી રીતે નુકસાન કરે છે?
રેમિટન્સ પર 3.5 ટકા ટેક્સ નાખવાનો પ્રસ્તાવ છે. એટલે કે જો કોઈ અમેરિકાથી ભારત 83,000 રુપિયા ટ્રાંસફર કરે છે તો તેના 2,900 રુપિયા ટેક્સમાં કપાય જશે. અમેરિકી પ્રતિનિધિ સભા વન બિગ બ્યુટીફુલ બિલએ આ પસાર કરી નાખ્યું છે. શરુઆતમાં આ ટેક્સ 5 ટકાનો હતો. જે અત્યારના ટેક્સ કરતા વધારે હતો. આ નિયમને લીધે એચ-1બી, એલ-1, એફ-1 વિઝા અને ગ્રીન કાર્ડ ધારકોને પણ અસર થઈ શકે.
વન બિગ બ્યૂટીફુલ એક્ટના ભાગરુપે લાગુ પડશે
અમેરિકમાં રહેતાં લોકોને ચિંતા છે કે તેમના ભારતમાં રહેતા પરિવારજનોના ભરણ-પોષણ માટે ખર્ચો વધી શકે છે. આ ટેક્સ હજુ લાગુ પડ્યો નથી પણ તે વન બિગ બ્યૂટીફુલ એક્ટનો ભાગ જરુર છે. તેનો ઉદ્દેશ્ય ડિજિટલ લેવડ-દેવડમાં વધારો અને વૈશ્વિક સ્તરે પૈસાના વહનને રેગ્યુલેટ કરવાનો છે. ઘણાં લોકો માટે આ રેમિટન્સ માત્ર નાણાકિય વ્યવહાર નહિ પણ જીવન રેખા હોય છે.
અમેરિકાને 33 બિલિયન ડોલરનો ફાયદો થયો હતો
ભારત વૈશ્વિક સ્તરે રેમિટન્સનો સૌથી મોટો પ્રાપ્તકર્તા છે. જેથી અમેરિકાને નાણાકીય વર્ષ 2023-24માં લગભગ 33 બિલિયન ડોલર મળ્યાં. આ તેના કુલ રેમિટન્સના 28 ટકા છે. રેમિટન્સમાં ઘટાડો ઘણાં પરિવારો માટે આર્થિક તકલીફો ઊભી કરી શકે છે. તેઓ દૈનિક જરુરિયાતો માટે આ પ્રકારના ફંડ પર નિર્ભર હોય છે.
વિશેષજ્ઞોની ચેતાવણી
વિશ્લેષકોનું કહેવું છે કે પ્રસ્તાવિત ટેક્સની અસર રેમિટન્સ પર નિર્ભર વિકાસશીલ દેશોને પડી શકે છે. તેનાં ઘરેલુ ખર્ચ, નાના વ્યવસાય અને રાષ્ટ્રીય ભંડાર પણ પ્રભાવિત કરી શકે છે. ભારત, મેક્સિકો, ફિલીપીંસ અને નાઈજીરિયામાં રેમિટન્સ વિદેશી આવકનો મહત્વપૂર્ણ હિસ્સો છે. રેમિટન્સ પ્રવાહમાં ઘટાડો વ્યાપક પ્રમાણમાં મેક્રોઈકોનોમીને અસર કરી શકે છે. તેની સાથે નાના વ્યવસાયોને પણ અસર કરે છે જેમની મૂળભૂત જરુરિયાતો તેના પર આધારિત છે.
ડિસ્ક્લેમર: આપેલ માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી. તેને અમલમાં મૂકતાં પહેલા એક્સપર્ટની સલાહ જરુર લેવી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે