Home> Business
Advertisement
Prev
Next

IMFનું અનુમાન- આ વર્ષેમાં અર્થવ્યવસ્થાનું પતન થશે, પરંતુ 2021મા ચીનને પછાડી દેશે ભારત

ભારતીય અર્થ વ્યવસ્થા માટે ચાલુ નાણાકીય વર્ષ સારૂ નથી. કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં આ વર્ષ દરમિયાન 10.3 ટકાના મોટા ઘટાડાનું અનુમાન છે. 

  IMFનું અનુમાન- આ વર્ષેમાં અર્થવ્યવસ્થાનું પતન થશે, પરંતુ 2021મા ચીનને પછાડી દેશે ભારત

નવી દિલ્હીઃ ભારતીય અર્થવ્યવસ્થા માટે ચાલુ નાણાકીય વર્ષ સારૂ નથી. પરંતુ વર્ષ 2021મા બધુ ઠીક થવાની આશા છે. આ વાત આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (IMF)ના નવા અનુમાનમાં નિકળીને સામે આવી છે. તમને અહીં જણાવી દઈએ કે પાછલા સપ્તાહે વિશ્વ બેન્કે કહ્યું હતું કે, ભારતની જીડીપી આ નાણાકીય વર્ષમાં 9.6 ટકા ઘટશે. આ વિવાય મૂડીઝ સહિત અન્ય ઘણી મોટી રેટિંગ એજન્સીઓએ પહેલાથી જ  જીડીપીમાં ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે. 

fallbacks

10.3 ટકાનો મોટો ઘટાડો
આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ પ્રમાણે કોરોના વાયરસથી ખરાબ રીતે પ્રભાવિત ભારતીય અર્થવ્યવસ્થામાં આ વર્ષ દરમિયાન 10.3 ટકાના મોટા ઘટાડાનું અનુમાન છે. પરંતુ આ સાથે આઈએમએફે કહ્યું કે, 2021મા ભારતીય અર્થવ્યવસ્થામાં સંભવતઃ 8.8 ટકાનો જોરદાર વધારો નોંધાશે. 

તે ચીનને પાછળ છોડતા ઝડપથી ઉભરતી અર્થવ્યવસ્થાનો દરજ્જો ફરીથી હાસિલ કરી લેશે. આઈએમએફ પ્રમાણે ચીન 2021મા 8.2 ટકાની વૃદ્ધિ હાસિલ કરવાનું અનુમાન છે. આઈએમએફે પોતાના હાલના રિપોર્ટમાં કહ્યું કે, જીડીપી ગ્રોથ અનુમાનમાં સંશોધન ભારતના મામલામાં મોટું છે. તમને જણાવી દઈએ કે પાછલા નાણાકીય વર્ષમાં ભારતનો આર્થિક વૃદ્ધિ દર 4.2 ટકા રહ્યો હતો. 

Indian Railways: તહેવારોની સીઝનમાં રેલવે ચલાવશે 392 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો, જુઓ લિસ્ટ

વિશ્વ અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો
આીએમએફના તાજા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન વિશ્વ અર્થવ્યવસ્થામાં 4.4 ટકાનો ઘટાડો આવી શકે છે. તો 2021મા 5.2 ટકાની જોરદાર વૃદ્ધિ સાથે આગળ વધવાનું અનુમાન છે. આઈએમએફના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 દરમિયાન વિશ્વની મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં માત્ર ચીન જ એકમાત્ર એવો દેશ હશે જેમાં 1.9 ટકાનો વધારો નોંધાશે. 

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More