Home> Business
Advertisement
Prev
Next

SBI સહિત 7 મોટી બેંકોના ગ્રાહકો થઈ જાઓ સાવધાન, સામે આવ્યો મોટો ખતરો

જો તમે બેંકોની એપ ડાઉનલોડ કરી હોય તો સાવચેત રહેવાની જરૂર છે

SBI સહિત 7 મોટી બેંકોના ગ્રાહકો થઈ જાઓ સાવધાન, સામે આવ્યો મોટો ખતરો

નવી દિલ્હી : જો તમે ગૂગલ પ્લેસ્ટોરથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI), આઇસીઆઇસીઆઇ બેંક (ICICI), એક્સિસ બેંક (AXIS), સિટી બેંક (Citi bank), ઇન્ડિયન ઓવરસિઝ બેંક અથવા તો બેંક ઓફ બરોડાની એપ ડાઉનલોડ કરી હોય તો સાવચેત રહેવાની જરૂર છે. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્લેસ્ટોર પર આ બેંકોની ફેક એપ ઉપલબ્ધ છે. આના માધ્યમથી બેંકના હજારો ગ્રાહકોના ડેટા ચોરી થઈ ગયા છે અને ભવિષ્યમાં એનો દુરુપયોગ થવાની આશંકાની તલવાર તોળાઈ રહી છે. આઇટી સિક્યુરિટી સાથે જોડાયેલી કંપની સોફોઝ લેબ્સના રિપોર્ટમાં આ માહિતી જાહેર કરવામાં આવી છે. 

fallbacks

સતત સાતમા દિવસે સસ્તું થયું પેટ્રોલ-ડીઝલ, જાણો શું છે આજનો ભાવ

સોફોઝ લેબ્સના રિપોર્ટમાં ગૂગલ પ્લેસ્ટોર પર સ્ટેટ બેંક, આઇસીઆઇસીઆઇ બેંક (ICICI), એક્સિસ બેંક (AXIS), સિટી બેંક (Citi bank), ઇન્ડિયન ઓવરસિઝ બેંક અને બેંક ઓફ બરોડા જેવી બેંકોની નકલી એપ હોવાની વાત જાહેર કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નકલી એન્ડ્રોઇડ એફમાં બેંકના અસલી લોગો લાગેલા છે જેના કારણે કસ્ટમર અસલી અને નકલી એપ વચ્ચેનો તફાવત નથી ઓળખી શકાતો. 

BMWએ સમગ્ર વિશ્વમાંથી 16 લાખ કાર પાછી મગાવી, એન્જિનમાં આગનું જોખમ

રિપોર્ટમાં જે બેંકોનું નામ જાહેર થયું છે એનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે બેંકોએ સ્પષ્ટતા કરી છે કે તેમને નકલી એપની જાણકારી નથી. સોફોઝ લેબ્સના શોધકર્તા પંકજ કોહલીએ કહ્યું છે કે હંમેશા એન્ટિવાયરસ સોફ્ટવેરનો ઉપયોગ કરવો જોઈએ જે માલવેરથી સુરક્ષા અને ઇન્ટરનેટ સુરક્ષા પ્રદાન કરે છે. 

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More