Home> Business
Advertisement
Prev
Next

કારના માલિક હો કે પછી ખરીદવાનું વિચારતા હો તો તમારા માટે ખાસ સમાચાર 

હાલમાં ઓટો ઇન્ડસ્ટ્રી તેમજ આઇટી ઇન્ડસ્ટ્રીમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે

કારના માલિક હો કે પછી ખરીદવાનું વિચારતા હો તો તમારા માટે ખાસ સમાચાર 

મુંબઈ : હાલમાં ઓટો (Auto Industry) અને આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં બહુ ઝડપથી બદલાવ આવી રહ્યો છે અને રોજ સ્માર્ટ ટેકનીક વપરાશમાં આવી રહી છે. હવે આ સ્માર્ટ દુનિયામાં તમારી કાર પણ સ્માર્ટ (Smart Car) બની જવાની છે અને માલિકની ઓળખ કર્યા પછી જ સ્ટાર્ટ થશે. આ માટે તમારો સ્માર્ટફોન (Smartphone) પણ ગાડીની ચાવીનું કામ કરશે. 

fallbacks

એનએક્સપી સેમીકંડક્ટર (NXP Semiconductors)એ કહ્યું છે કે તેમણે અલ્ટ્રા વાઇડબેન્ડ (ultra-wideband) ચીપને નવી ઓટોમેટિવ ઇન્ટિગ્રેટેડ સર્વિસ (યુડબલ્યુબીઆઇસી) સાથે જોડવામાં આવી છે. આ ટેકનોલોજી સ્માર્ટફોનને કારની ચાવીમાં બદલી નાખે છે. આ ટેકનોલોજીને ખાસ હેતુ સાથે ડિઝાઇન કરવામાં આવી છે. આમ, કાર તેના માલિકની ઓળખ મેળવી શકશે. આમ, કારનો માલિક ખિસ્સામાં રાખેલ ચાવીની મદદથી કાર શરૂ અને બંધ કરી શકે છે તેમજ સુરક્ષિત પાર્કિંગનો આનંદ માણી શકે છે. 

આ ટેકનીકથી કાર ચોરી થવાનો ડર ઓછી થઈ જશે. એનએક્સપી ઇન્ડિયા (NXP India)ના વાઇસ પ્રેસિડન્ટ તેમજ ઇન્ડિયા કન્ટ્રી મેનેજર સંજય ગુપ્તાએ નિવેદન આપ્યું છે કે આજે અમે મોટર વાહન તેમજ સ્માર્ટફોન ટેકનોલોજીનો બહુ ઝડપથી સમન્વય કરી રહ્યા છીએ. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

બિઝનેસને લગતા સમાચાર જાણવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More