નવી દિલ્હીઃ પહેલા જ્યાં રોકડ પર ભાર હતો તો પેમેન્ટ છુપાયેલા રહેતા હતા. હવે ડિજિટલનો જમાનો આવી ગયો છે. ઓનલાઈન પેમેન્ટ, બેંક ટ્રાન્ઝેક્શન બધાની પોલ ખુલી ગઈ છે. આવકવેરા વિભાગની નજર તમારા દરેક પૈસા પર છે. પરંતુ જેટલું બધુ મોડર્ન થયું, એટલી ચાલાકીથી ચોરી-છેતરપિંડી કરનાર પણ વધ્યા. તેથી સરકારે કેટલાક નિયમ બનાવ્યા છે.
CA અજય બગડિયાએ જણાવ્યું, 'સામાન્ય રીતે દરેક ટ્રાન્ઝેક્શન પર આવકવેરા વિભાગની નજર રહે છે. તમે કેટલા રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરી રહ્યાં છો કે પછી રોકડ દ્વારા કંઈ સામાન ખરીદી રહ્યાં છો. આ બધા પર આવકવેરા વિભાગની નજર રહે છે. આઈટીઆર ભરવા સમયે જો સાવધાની રાખવામાં ન આવે તો નોટિસ મળી શકે છે. જો તમે નીચે જણાવેલી 7 વસ્તુ કરી તો આવકવેરા વિભાગના અધિકારી કે નોટિસ તમારા ઘરે આવી શકે છે.'
1. ક્રેડિટ કાર્ડનું બિલ રોકડથી ભરવું
બગડિયા એક ઉદાહરણ સાથે સમજાવે છે, "ધારો કે રાજુએ તેના ક્રેડિટ કાર્ડ બિલનું લગભગ ₹1 લાખ રોકડામાં ચૂકવ્યું. ટેક્સ અધિકારીઓએ કહ્યું, "અરે ભાઈ, તમે આટલું મોટું બિલ રોકડામાં કેમ ચૂકવ્યું? શું તમે કોઈ કાળી બજાર ચલાવી રહ્યા છો?" આનો અર્થ એ છે કે નોટિસનું જોખમ વધી ગયું છે. જો તમે ₹1 લાખ કે તેથી વધુનું બિલ રોકડામાં ચૂકવશો, તો તમે સીધા જ રડાર હેઠળ આવી જશો."
2. બેંકમાં મોટી માત્રામાં રોકડ જમા કરાવવી
આ મામલામાં માનો કે સીમાએ બેંકમાં 10 લાખ રૂપિયાથી વધુ રોકડ જમા કરાવી. ટેક્સ અધિકારી નોટિસ મોકલી પૂછશે- પૈસા ક્યાંથી આવ્યા? કમાણીના પૂરાવા આપો. બગડિયા કહે છે- ધ્યાન રાખો, નોટિસ આવવી એટલે તમે ગુનેગાર નથી, બસ સ્પષ્ટતા કરવાની છે. ગડબડી થઈ તો દંડ લાગશે.
3. ક્રેડિટ કાર્ડથી શોપિંગનો જુસ્સો
બગડિયા એક ઉદાહરણ સાથે સમજાવે છે, ધારો કે વિજયનો ક્રેડિટ કાર્ડ ખર્ચ એક વર્ષમાં ₹2 લાખથી વધુ હતો. આવકવેરા વિભાગે પૂછ્યું, "આટલો ખર્ચ? તમારો પગાર કેટલો છે? તેની સાથે મેળ કરી દેખાડો." બગડિયા કહે છે કે તે હંમેશા મોટા વ્યવહારો પર નજર રાખે છે.
આ પણ વાંચોઃ માત્ર એકવાર કરો રોકાણ, દર મહિને મળશે 20,000 રૂપિયાની આવક, પોસ્ટ ઓફિસની શાનદાર સ્કીમ
4. શેર/મ્યુચુઅલ ફંડમાં પૈસા નાખવા
સીએ કહે છે કે માની લો પ્રિયાએ શેરમાં 10 લાખથી વધુ લગાવ્યા. નોટિસમાં ડિપાર્ટમેન્ટે પૂછ્યું- પૈસા ક્યાંથી આવ્યા? સીએ પ્રમાણે તમે ભલે ન જણાવો, બેંક/બ્રોકર ખુદ રિપોર્ટ કરી દેતા હોય છે.
5. પ્રોપર્ટી ખરીદો તેમાં રોકડા આપવા
સીએ સંતોષ મિશ્રા કહે છે, માની લો રાહુલે 30 લાખની પ્રોપર્ટી ખરીદી અને કેટલાક રૂપિયા રોકડા આપ્યા. તેના પર વિભાગ નોટિસ જારી કરી પૂછી શકે છે, કેશ કેમ આપ્યા? રસીદ કયાં છે? પૈસાનો સોર્સ દેખાડો. તેમણે કહ્યું કે જો ગોલમાલ થઈ તો દંડ અને નોટિસ પાક્કી છે.
6. વિદેશ ફરવા પર પૈસા ઉડાવવા
એક અન્ય કેસમાં ઉદાહરણની સાથે સમજો, માની લો અનીતાએ એક વર્ષમાં વિદેશ ટ્રિપ પર બે લાખથી વધુનો ખર્ચ કર્યો. તો આવકવેરા વિભાગ પૂછી શકે છે, આટલો ખર્ચ કરવાની હેસિયત કેમ? તમારી આવક કેટલી છે? યાદ રાખો વિદેશ જનારનો દરેક મોટો ખર્ચ તેમની પાસે પહોંચે છે.
7. કેશમાં કરાવી FD/RD
જો મોહને 10 લાખથી વધુની રોકડ આપી એફડી કરાવી છે તો ડિપાર્ટમેન્ટ પૂછી શકે છે કે કેશમાં FD? આ પૈસા ક્યાંથી આવ્યા? બેંકની જવાબદારી છે કે તે ખુદ આવકવેરા વિભાગને જણાવે છે.
નોટિસ આવે તો ડરો નહીં
એક સીએએ જણાવ્યું કે ટેક્સ નોટિસ આવે તો ડરો નહીં. પૂરાવા ભેગા કરો. બેંક સ્ટેટમેન્ટ, પે-સ્લિપ, વેચાણનું બિલ, ગિફ્ટ ડીડ (જો કોઈ સંબંધીએ પૈસા આપ્યા હોય તો) જવાબ ઈમાનદારીથી આપો. ખોટું બોલશો તો મુશ્કેલી વધશે. CA ની સલાહ લો અને તેની મદદથી જવાબ આપવો સુરક્ષિત વિકલ્પ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે