Home> Business
Advertisement
Prev
Next

બેન્કોની સાથે 31 માર્ચે ખુલ્લી રહેશે ઇન્કમ ટેક્સ અને જીએસટી ઓફિસ

આવકવેરા અને જીએસટી બંન્ને ટેક્સ ઓફિસ શનિવાર અને રવિવારે ખુલ્લા રહેશે. વિભાગ મહેસૂલ સંગ્રહનો લક્ષ્ય હાસિલ કરવામાં લાગેલું છે. આ કારણે ઓફિસો ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. 

બેન્કોની સાથે 31 માર્ચે ખુલ્લી રહેશે ઇન્કમ ટેક્સ અને જીએસટી ઓફિસ

નવી દિલ્હીઃ આવકવેરા અને જીએસટી બંન્ને ટેક્સ ઓફિસ શનિવાર અને રવિવારે ખુલ્લા રહેશે. વિભાગ મહેસૂલ સંગ્રહનો લક્ષ્ય હાસિલ કરવામાં લાગેલું છે. આ કારણે ઓફિસો ખુલ્લી રાખવાનું કહેવામાં આવ્યું છે. સેન્ટ્રલ પરોક્ષ અને કસ્ટમ્સ બોર્ડ (સીબીઆઈસી)એ કાર્યાલય  મેમોરેન્ડમમાં કહ્યું, કરદાતાઓની સહાયતા માટે પૂર્વની જેમ સીબીઆઈસીના તમામ પ્રાદેશિક કાર્યલયોને ચાલુ નાણાકિય વર્ષના સાપ્તાહિક 30 માર્ચ અને 31 માર્ચ 2019ના ખુલ્લા રહેશે. 

fallbacks

એક્સટ્રા કાઉન્ડર ખોલવા માટે કહેવામાં આવ્યું
કાર્યાલય આદેશમાં કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (સીબીડીટી)એ પોતાની રીઝનલ ઓફિસને ટેક્સ પેયર્સ દ્વારા રિટર્ન ભરવાનું સરળ બનાવવાનું કહ્યું છે. આ માટે જરૂર અનુસાર 30 અને 31 માર્ચે વધારાના કાઉન્ટર ખોલવાનું કહેવામાં આવ્યું છે. સીબીડીટીએ કહ્યું, નાણાકિય વર્ષ 2018-2019 માટે લેટ-રિવાઇઝ્ડ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારિખ 31 માર્ચ 2019 છે. નાણાકિય વર્ષ 2018-19, 31 માર્ચે પૂરુ થઈ રહ્યું છે. 

11.47 લાખ કરોડ જીએસટીનો લક્ષ્ય
30 અને 31 માર્ચે શનિવાર અને રવિવારે રજાને જોતા ઈન્કમટેક્સ કાર્યાલય દેશભરમાં બે દિવસ ખુલ્લા રહેશે. બંન્ને દિવસે કામકાજ ઓફિસના અન્ય દિવસોની જેમ નિર્ધારિત સમયાનુસાર હશે. સરકારે ચાલુ નાણાકિય વર્ષમાં જીએસટી 11.47 લાખ કરોડ રહેવાનું લક્ષ્ય રાખ્યું છે. તો પ્રત્યક્ષ કર સંગ્રહનું અનુમાન 12 લાખ કરોડ રૂપિયા રાખવામાં આવ્યું છે. 

ચાલુ નાણાકિય વર્ષમાં જીએસટી સંગ્રહ ફેબ્રુઆરી સુધી 10.70 લાખ કરોડ રૂપિયા હતો. પ્રત્યક્ષ કરના મામલામાં સીબીડીટીએ 23 માર્ચ સુધી માત્ર 10.21 લાખ કરોડ રૂપિયાનો સંગ્રહ કર્યો છે, જે 12 લાખ કરોડ રૂપિયાના સંશોધિત અનુમાનનો 85.1 ટકા છે. સીબીડીટીએ પોતાના પ્રાદેશિક કાર્યાલયોને સંગ્રહથી લક્ષ્ય હાસિલ કરવા માટે દરેક સંભવિત પગલા ભરવાનું કહ્યું છે. 

રિઝર્વ બેન્કોએ પણ પોતાની તમામ બેન્ક શાખાઓને 31 માર્ચે ખુલી રાખવાનું કહ્યું છે. જેથી 2018-19 માટે તમામ સરકારી લેણ-દેણનું કાર્ય પૂરુ કરી શકાય. આરટીજીએસ સથા એનઈએફટી સહિત તમામ ઇલેક્ટ્રોનિક લેણ-દેણ 30 માર્ચ અને 30 માર્ચે થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More