Home> Business
Advertisement
Prev
Next

ડુંગળીના ભાવ વધતા લોકોનું બજેટ ખોરવાયું, સરકારે નિકાસ પર લગાવ્યો પ્રતિબંધ

દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
 

ડુંગળીના ભાવ વધતા લોકોનું બજેટ ખોરવાયું, સરકારે નિકાસ પર લગાવ્યો  પ્રતિબંધ

નવી દિલ્હીઃ દેશમાં ડુંગળીની વધતી કિંમતોને ધ્યાનમાં રાખતા સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT)એ એક નોટિફિકેશનમાં કહ્યું કે, બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. તેમાં બેંગલૂર રોજ અને કૃષ્ણાપુરમ ડુંગળી પણ સામેલ છે. અત્યાર સુધી ડુંગળીના આ પ્રકારની નિકાસ પર કોઈ પ્રતિબંધ હતો નહીં. 

fallbacks

એક અધિકારીએ કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમતો વધી ગઈ છે અને ઘરેલૂ બજારમાં ડુંગળીની કમી છે. આ કમી મોસમની છે પરંતુ કોવિડ-19 મહામારી દરમિયાન પાછલા કેટલાક મહિનામાં ડુંગળીની મોટા પાયે નિકાસ થઈ હતી. ભારતે એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી જ્યારે પાછલા વર્ષમાં 44 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ થઈ હતી. ભારતમાંથી બાંગ્લાદેશ, યૂએઈ અને શ્રીંલાકામાં મોટા પ્રમાણમાં ડુંગળીની નિકાસ થાય છે. 

એક લાખ લોકોને રોજગારી આપશે Amazon, આ પદ માટે કરાશે ભરતી

ડુંગળીની કિંમતમાં મોટો વધારો
હજુ માત્ર 15 દિવસ પહેલા છૂટકમાં 15થી 20 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ 45-50 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. હાલત એવી છે કે બગડેલી ડુંગળી 25 રૂપિયે કિલો વેચવામાં આવી રહી છે. એશિયાની સૌથી મોટી શાક માર્કેટ દિલ્હીની આઝાદપુર માર્કેટમાં આજે ડુંગળીનો હોલસેલ ભાવ 26-37 રૂપિયા કિલો રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે તેની કિંમત વધવા પાછળનું કારણ પાક ખરાબ થવાનું છે. હકીકતમાં કર્ણાટકમાં પાછલા દિવસોમાં થયેલા ભારે વરસાદને કારણે ડુંગળીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે. 

પાછલા વર્ષે પણ લગાવ્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર 2019માં સરકારે ડુંગળીના નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો અને પ્રતિ ટન ડુંગળી પર 850 ડોલરની એમઈપી પણ લગાવી દીધી હતી. ત્યારે માગ અને પુરવઠામાં અંતર હોવાને કારણે ડુંગળીની કિંમતમાં વધારો થયો હતો. મહારાષ્ટ્ર સહિત મુખ્ય ડુંગળી ઉત્પાદક રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરને કારણે ડુંગળીની કમી હતી. એમઈપી દરથી નીચે કોઈ વસ્તુની નિકાસની મંજૂરી હોતી નથી. 

સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...

કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More