Home> Business
Advertisement
Prev
Next

દિલ્હી પહોંચશે એન્જીન વિનાની આ ટ્રેન, આ રૂટ પર થશે ટ્રાયલ

ઇન્ડિયન રેલવેની નેક્સટ જનરેશન ટ્રેન-18(T-18) 13 નવેમ્બરે સાંજે દિલ્હી પહોંચે તેવી સંભાવનાઓ છે, રાજધાનીમાં એન્જીન વિના દોડનારી આ ટ્રેનની રાહ જોવાઇ રહી છે.  

દિલ્હી પહોંચશે એન્જીન વિનાની આ ટ્રેન, આ રૂટ પર થશે ટ્રાયલ

નવી દિલ્હી: ઇન્ડિયન રેલવેની નેક્સટ જનરેશન ટ્રેન 18(T-18) 13 નવેમ્બરની સાંજે સુધીમાં દિલ્હીમાં પહોંચે તેવી આશા છે. રાજધાનીમાં એન્જીન વિના દોડનારી આ ટ્રેનની રાહ જોવાઇ રહ્યા છે. ટ્રેન-18ને સુંદરતાથી પૈક કરવામાં આવી છે. ટ્રેનને દિલ્હી પહોંચ્યા બાદ ટ્રાયલ માટે મુરાદાબાદમના સેક્શનમાં મોકલવામાં આવશે. આ પહેલા Train 18 શનિવારે સવારે ઇન્ટ્રીગ્રલ કોચ ફેક્ટ્રીથી દિલ્હી માટે રવાના છે. આધુનિક ટ્રેન સોમવારે નાગપુર થઇને મંગળવારે દિલ્હી પહોંચશે. 

fallbacks

100 કિલોમીટરના ટ્રેક પર થશે ટ્રાયલ 
ટ્રેન-18ને દિલ્હી પહોચાડ્યા બાદ રેલવેના સીનિયર ઓફિસર દ્વારા તેનુ નિરિક્ષણ કરાશે. ત્યાર બાગ આ ગાડીને આગળ ટ્રાયલ માટે મોકલવામાં આવશે. અત્યારે ટ્રેન 18 રેલવેના શોધ સંસ્થાપક RDSO ના અધિકારીઓએ નજર હેઠળ છે. આ અધિકારીઓ આધુનિક મશીનો અને ટેકનોલોજી દ્વારા ટ્રેનના પરીક્ષણ કરશે. જેનો પહેલો ટ્રાયલ મુરાદાબાદથી સહારનપુરની વચ્ચે પહેલા ચરણમાં આશરે 100 કિમીના ટ્રેક પર થશે. આશા રાખવામાં આવી રહી છે,કે ટ્રાયલ પૂરી થયા બાદ પહેલી ટ્રેન દિલ્હીથી ભોપાલના રૂટ પર 15 ડિસેમ્બરથી ચલાવામાં આવશે. 

ટ્રેનના બે રીતે થશે ટ્રાયલ 
Train 18 દેશમાં મેક ઇન ઇન્ડિયાને અનુરૂપ પહેલી ટ્રેન છે. સૂત્રો અનુસાર દેશના બે અલગ-અલગ વિસ્તારોમાં આ ગાડીની ટ્રાયલ કરવામાં આવશે. સૌથી પહેલા આ ગાડીનો ટ્રાયલ મુરાદાબાદથી સહારનપુર વચ્ચે કરવામાં આવશે. આ ટ્રાયલમાં ટ્રેનની સ્પિડ સૌથી વધારે રાખવામાં આવી હતી.  પરંતુ આ ગાડી ખરાબ રસ્તાઓ પર કેવી પ્રતિક્રિયા આપે છે. ગાડીમાં બ્રેક લગાવવાથી કેટલો ઝટકો લાગે છે.

fallbacks

મથુરા રૂટ પર માપવામાં આવશે ગાડીની સ્પિડ
આ ટ્રેનની સ્પિડ 160 કિમી પ્રતિ કલાક સુધીની હશે. આ જોઇને ટ્રેનની ટ્રાયલ દિલ્હીથી પલવર થઇને મથુરાના ટ્રેક પર પણ આવવાની આશા છે. આ ટ્રેક પર પહેલાની સરખામણીએ ગતિમાન એક્સપ્રેસ ચાલી રહી છે. ગતિમાનની મહત્તમ સ્પિડ પણ 160 કિમી પ્રતિ કલાક નક્કી કરવામાં આવી છે, રૂટ પર સૌથી ફાસ્ટ દોડનારી Train 18ની પ્રતિક્રિયાની ચકાસણી કરવામાં આવશે. સાથે જ એ પણ જોવા મળ્યું કે 160 કિમી પ્રતિ કલાકની સ્પિડથી ચાલતી આ ટ્રેનમાં બ્રેક મારવાથી કેટલી દૂર જઇને તેને રોકી શકાય છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More