Home> Business
Advertisement
Prev
Next

Indian Economy: દુનિયાભરમાં ફરી વાગ્યો ભારતનો ડંકો! જાપાનને પછાડી બન્યું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

India Becomes 4th Largest Economy: ભારતે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીને ઇતિહાસ રચ્યો છે અને હવે ભારતીય અર્થવ્યવસ્થા જાપાન કરતા પણ મોટી થઈ ગઈ છે.
 

Indian Economy: દુનિયાભરમાં ફરી વાગ્યો ભારતનો ડંકો! જાપાનને પછાડી બન્યું વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા

World 4th Largest Economy India: ભારત જાપાનને પાછળ છોડીને વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે. નીતિ આયોગના CEO બીવીઆર સુબ્રમણ્યમે શનિવારે આ માહિતી શેર કરી છે. નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સિલની 10મી બેઠક બાદ તેમણે કહ્યું, 'ગ્લોબલ અને ઈકોનોમિક માહોલ ભારત માટે અનુકૂળ રહેલો છે અને જેમ હું બોલું છું, આપણે વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા છીએ.' આજે આપણે 4 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની ગયા છીએ.

fallbacks

માત્ર આ 3 દેશ છે ભારતથી આગળ
નીતિ આયોગની બેઠક બાદ CEO બીવીઆર સુબ્રમણ્યમે આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF) ના ડેટાને ટાંકીને કહ્યું છે કે હવે ભારતીય અર્થતંત્ર જાપાન કરતા પણ મોટું થઈ ગયું છે. ભારતે આ સીમાચિહ્ન હાંસલ કરીને ઇતિહાસ રચ્યો છે અને હવે ફક્ત અમેરિકા, ચીન અને જર્મનીની અર્થવ્યવસ્થાઓ ભારતથી આગળ છે. 

સુબ્રમણ્યમે વધુમાં કહ્યું કે જો આપણે આપણી યોજના પર અડગ રહીશું, તો આગામી અઢીથી ત્રણ વર્ષમાં આપણે જર્મનીને પાછળ છોડીને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનીશું.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More