Home> Business
Advertisement
Prev
Next

મોંઘવારીમાં થયો ઘટાડો, RBI માટે રાહતના સમાચાર... જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી

Retail Inflation: ડુંગળી અને ટામેટાના મોંઘા ભાવે તમારા રસોડાના બજેટને બગાડ્યું છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્યપદાર્થોના કિંમતોમાં નરમાઈને કારણે છૂટક ફુગાવો 6 ટકાથી ઓછો રહ્યો છે.

મોંઘવારીમાં થયો ઘટાડો, RBI માટે રાહતના સમાચાર... જાણો કઈ-કઈ વસ્તુઓ થઈ સસ્તી

Retail Inflation: ડુંગળી અને ટામેટાના મોંઘા ભાવે તમારા રસોડાના બજેટને બગાડ્યું છે, પરંતુ વર્ષના અંત સુધીમાં કેટલાક રાહતના સમાચાર આવ્યા છે. દેશના છૂટક ફુગાવાના દરમાં ઘટાડો નોંધાયો છે. નવેમ્બરમાં ખાદ્યપદાર્થોના કિંમતોમાં નરમાઈને કારણે છૂટક ફુગાવો 6 ટકાથી ઓછો રહ્યો છે. 12 ડિસેમ્બરના રોજ જાહેર કરાયેલા સરકારી આંકડા અનુસાર નવેમ્બરમાં છૂટક મોંઘવારી દર ઘટીને 5.48 ટકા થયો છે. ભારતીય રિઝર્વ બેન્કના નવા ગવર્નર સંજય મલ્હોત્રા માટે આ મોટા રાહતના સમાચાર છે. મોંઘવારી દરમાં ઘટાડાથી આરબીઆઈ માટે વ્યાજ દરોમાં ઘટાડો કરવાનો માર્ગ ખુલી શકે છે.

fallbacks

છૂટક ફુગાવાનો દર
છૂટક ફુગાવો નવેમ્બરમાં ઘટીને 5.48 ટકા થયો છે. ઓક્ટોબરમાં તે 6.21 ટકાના સ્તરે હતો. તેનું મુખ્ય કારણ ખાદ્ય ચીજવસ્તુઓ ખાસ કરીને શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. NSO દ્વારા જાહેર કરાયેલ કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (CPI) ડેટા અનુસાર ખાદ્ય ફુગાવો નવેમ્બરમાં ઘટીને 9.04 ટકા થયો છે. ઓક્ટોબરમાં તે 10.87 ટકા અને નવેમ્બર 2023માં 8.70 ટકા હતો.

કમજોર હાડકાં પણ થશે મજબૂત અને દુખાવાથી મળશે છૂટકારો, આ 5 રીતે કરો કાજુનું સેવન

કઈ વસ્તુઓ સસ્તી થઈ?
NSOએ જણાવ્યું હતું કે, નવેમ્બર 2024માં શાકભાજી, કઠોળ, ખાંડની મીઠાઈઓ, ફળો, ઇંડા, દૂધ, મસાલા, પરિવહન અને સંદેશાવ્યવહાર અને વ્યક્તિગત સંભાળ ઉત્પાદનોમાં ફુગાવો નોંધપાત્ર રીતે ઘટ્યો છે. CPI આધારિત કુલ ફુગાવો જુલાઈ-ઓગસ્ટ દરમિયાન સરેરાશ 3.6 ટકા વધીને સપ્ટેમ્બરમાં 5.5 ટકા અને ઓક્ટોબર 2024માં 6.2 ટકા થયો હતો. તે સપ્ટેમ્બર 2023 પછી આ સૌથી વધુ છે. 

અક્ષય કુમારને હાઉસફૂલના સેટ પર સ્ટંટ સમયે પહોંચી ઈજા, રોકવામાં આવ્યું ફિલમનું શુટિંગ

RBIનો અંદાજ
ભારતીય રિઝર્વ બેન્ક (RBI)એ ચાલુ નાણાકીય વર્ષ 2024-25 માટે ફુગાવાનો અંદાજને ગયા અઠવાડિયે 4.5 ટકાથી વધારીને 4.8 ટકા કર્યો હતો. સાથે જ સેન્ટ્રલ બેન્કે ખાદ્યપદાર્થોની કિંમતો પરના દબાણને કારણે ડિસેમ્બર ક્વાર્ટરમાં એકંદર ફુગાવો ઊંચા સ્તરે રહેવાની શક્યતા પણ વ્યક્ત કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More