Home> Business
Advertisement
Prev
Next

Note પર કેમ છાપવામાં આવે છે આડી લાઈન? જાણો શું છે તેનો અર્થ અને કેમ છે જરૂરી

નોટ પર બનેલી આડી લાઈન પર તમારું ધ્યાન જરૂરથી ગયું હશે. ખાસ વાત એ છે કે નોટની કિંમતના હિસાબથી તેની સંખ્યા ઘટતી-વધતી રહે છે. આવો જાણીએ 100, 200, 500 અને 2000 ની નોટ પર બનેલી આ લાઈનનો શું અર્થ છે?

Note પર કેમ છાપવામાં આવે છે આડી લાઈન? જાણો શું છે તેનો અર્થ અને કેમ છે જરૂરી

નવી દિલ્હી: શું તમે ક્યારે કોઈ ભારતીય નોટ પર બનલી આડી લાઈન પર ધ્યાન આપ્યું છે? જો તમે આ લાઈન પર ધ્યાન આપ્યું હશે તો જોયું હશે કે નોટની કિંમત પ્રમાણે તેની સંખ્યા ઘટતી-વધતી હોય છે. પરંતુ શું તમે જાણો છો કે આ લાઈન નોટ પર કેમ બનાવવામાં આવે છે. ખરેખરમાં આ લાઈન આ નોટ વિશે મોટી મહત્વપૂર્ણ જાણકારી આપે છે. આવો જાણીએ 100, 200, 500 અને 2000 ની નોટ પર બનેલી આ લાઈનનો શું અર્થ છે?

fallbacks

શું હોય છે બ્લીડ માર્ક્સ
નોટ પર બનેલી આ લાઈનને 'બ્લીડ માર્ક્સ' કહેવામાં આવે છે. આ બ્લીડ માર્ક્સ ખાસ કરીને અંધ લોકો માટે બનાવવામાં આવે છે. નોટ પર બનાવેલી આ લાઈનને ટચ કરી તેઓ જાણી શકે છે કે આ કેટલા રૂપિયાની નોટ છે. તેથી 100, 200, 500 અને 2000 ની નોટ પર અલગ-અલગ સંખ્યામાં લાઈન બનાવવામાં આવે છે અને આ લાઈનની મદદથી અંધ તેની કિંમત જાણી શકે છે.

નોટ પર છપાયેલી લાઈન જણાવે છે તેની કિંમત
આવો હવે નોટની કિંમત પર નજર કરીએ. આ લાઈન નોટની કિંમત જણાવે છે. 100 રૂપિયાની નોટમાં બંને તરફ ચાર-ચાર લાઈન હોય છે. જેને સ્પર્શ કરવાથી અંધ સમજી જાય છે કે આ 100 રૂપિયાની નોટ છે. ત્યારે 200 રૂપિયાની નોટના બંને તરફ પર ચાર-ચાર લાઈન હોય છે અને લાઈનો વચ્ચે બે-બે ઝીરો પણ હોય છે. ત્યારે 500 ની નોટમાં 5 અને 2000 ની નોટમાં બંને તરફ 7-7 લાઈન બનાવવામાં આવે છે. આ લાઈનની મદદથી અંધ વ્યક્તિ સરળતાથી આ નોટ અને તેની કિંમતને જાણી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More