Home> Business
Advertisement
Prev
Next

Gold Import: મુંબઈ-અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી થાય છે, સરકારે લીધો મોટો નિર્ણય

India restricts imports of plain gold jewellery : સુરતમાં છેલ્લા કેટલાક મહિનાથી સોનાની દાણચોરીની ઘટના વધી છે. મુંબઈ અને અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી કરી શકાય છે. આ જ કારણ છે કે ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો 

Gold Import: મુંબઈ-અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી થાય છે, સરકારે લીધો મોટો નિર્ણય

Surat News ચેતન પટેલ/સુરત : છેલ્લા કેટલાક મહિનાથી સુરત એરપોર્ટ પર સોનાની દાણચોરીની ઘટના સામે આવી રહી છે. માત્ર સુરત જ નહીં પરંતુ દેશના અલગ અલગ શહેરોમાં આવી જ રીતે વધી રહ્યા છે. ત્યારે ભારત સરકાર દ્વારા મહત્વનો નિર્ણય કરાયો છે. સુરત ગોલ્ડ સ્મગલિંગ કેસની ગંભીરતા બાદ ભારત સરકારે ગોલ્ડ આયાત પર પ્રતિબંધ મૂક્યા છે. સરકારે કેટલીક સોનાની જ્વેલરી અને અન્ય વસ્તુઓની આયાત ૫૨ પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી નોટિફિકેશન પ્રસિદ્ધ કરી દીધું છે.

fallbacks

ઇન્ડિયન બુલિયન જવેલર્સ એસોસિએશન ગુજરાતના ડિરેક્ટર નૈનેશ પચ્ચીગરે જણાવ્યું હતું કે, આ પગલું કેટલીક બિન-આવશ્યક વસ્તુઓની આયાતને રોકવામાં મદદ કરશે. તેમજ દાણચોરી પર પણ અંકુશ મુકશે. હવે આયાતકારે આ ગોલ્ડ પ્રોડક્ટ્સની આયાત કરવા માટે સરકાર પાસેથી લાયસન્સ પરવાનગી લેવી પડશે. જો કે, ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT) એ સ્પષ્ટતા કરી છે કે આ પ્રતિબંધ ભારત અને સંયુક્ત આરબ અમીરાત (UAE) આયાત કરે છે. વચ્ચેનાં મુક્ત વેપાર કરાર (FTA) હેઠળ આયાત પર લાગુ થશે નહીં.

હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ : ગુજરાતીઓને રાહત થાય તેવી વરસાદની આગાહી

સાથે તેઓએ જણાવ્યું હતું કે, સુરતમાં છેલ્લા કેટલાક મહિનાથી સોનાની દાણચોરીની ઘટના વધી છે. મુંબઈ અને અમદાવાદ કરતાં સુરતમાં સહેલાઈથી સોનાની દાણચોરી કરી શકાય છે. આ જ કારણ છે કે ગોલ્ડ સ્મગલિંગની ઘટનાઓમાં પણ વધારો નોંધાયો છે. આ વાત કેન્દ્ર સરકારને ધ્યાને આવી હશે અને આવી સ્મગલિંગની ઘટનાઓ પર બ્રેક લગાડવામાં તે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. હવે આયાત માટે સરકાર પાસેથી લાઇસન્સ પરવાનગી લેવી પડશે. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-મે સમયગાળા દરમિયાન મોતી અને રત્નોની આયાત 25.36 ટકા ઘટીને 4 બિલિયન ડોલર થઈ છે. આ સમયગાળા દરમિયાન સોનાની આયાત પણ ‘ફ્રી’ થી ‘પ્રતિબંધિત’ કરવામાં આવી ટકા ઘટીને 4.7 અબજ ડોલર થઈ છે. ભારત સોનાનો સૌથી મોટો ગઈ છે. મુખ્યત્વે યુએઈ, ઈન્ડોનેશિયા આયાતકાર દેશ છે. દેશના જ્વેલરી અને યુએસએ જેવા દેશોમાંથી આયાત કરવામાં આવ્યું હતું.જથ્થાના સંદર્ભમાં, ભારત વાર્ષિક 800-900 ટન સોનાની આયાત કરે છે.

ગોલમાલ હૈ ભાઈ સબ ગોલમાલ હૈ : પડદા પાછળ એવું કંઈક રંધાયું કે તથ્યનું પાપ ઢંકાઈ જાય

વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાને કારણે ભારતની સોનાની આયાત 2022- 23માં 24.15 ટકા ઘટીને 35 બિલિયન ડોલર થઈ ગઈ છે. ગત નાણાકીય વર્ષ એટલે કે 2021-22માં પીળી ધાતુની આયાત 46.2 અબજ ડોલર હતી. છેલ્લા નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન, જેમ્સ અને જ્વેલરીની નિકાસ ત્રણ ટકા ઘટીને લગભગ 38 બિલિયન ડોલર થઈ ગઈ છે. ચાલુ ખાતાની ખાધ (CAD) ને કાબુમાં લેવા માટે સરકારે ગયા વર્ષે સોના પરની આયાત જકાત 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી હતી.

ગેરકાયદે અમેરિકા જવા નીકળેલા 9 ગુજરાતીનો કોઈ અત્તોપત્તો નથી, ફ્રાન્સની જેલમાં હોવાની

બનાસ ડેરીની લાખો પશુપાલકોને મોટી ભેટ, પહેલીવાર ઐતિહાસિક ભાવવધારો જાહેર કર્યો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More