Home> Business
Advertisement
Prev
Next

Indian Railways: રેલવે વિભાગે ટિકીટ બુકિંગ કરવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે તમારે લીલાલહેર!

Aadhaar Card Link with IRCTC: IRCTC એકાઉન્ટથી આધાર કાર્ડ લીંક કર્યા બાદ હવે તમે એક મહીનામાં 12 ટિકીટ સુધી બુક કરાવી શકો છો. જો તમે ટ્રેનમાં ઓછી મુસાફરી કરતા હોવ તો પણ તમારે આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધારને લિંક કરી લેવું જોઈએ.

Indian Railways: રેલવે વિભાગે ટિકીટ બુકિંગ કરવાના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે તમારે લીલાલહેર!

Aadhaar Card Link with IRCTC: આજકાલ મોંઘવારીના કારણે લોકો પ્રાઈવેટ કે સરકારી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે. જો તમે અને તમારો પરિવાર ટ્રેનમાં મુસાફરી કરતો હોય તો આ સમાચાર વાંચી લેજો. હાલ રેલવે વિભાગ દ્વારા ટ્રેન ટિકીટ બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે. આઈઆરસીટીસી હવે ટિકીટ બુક કરનારને મોટી  સુવિધા આપી રહ્યું છે. જો માનવામાં ના આવતું હોય તો વાંચી લો આ અહેવાલ.

fallbacks

મહીનામાં 12 ટિકીટ બુક કરવાની લિમિટ
IRCTC એકાઉન્ટથી આધાર કાર્ડ લીંક કર્યા બાદ હવે તમે એક મહીનામાં 12 ટિકીટ સુધી બુક કરાવી શકો છો. જો તમે ટ્રેનમાં ઓછી મુસાફરી કરતા હોવ તો પણ તમારે આઈઆરસીટીસી એકાઉન્ટ સાથે આધારને લિંક કરી લેવું જોઈએ. તેનો ફાયદો તમને હાલ જોવા નહીં મળે. પરંતુ ક્યારેક જરૂરિયાત પડે ત્યારે તમે રોકાશો નહીં. 

જો તમારી પાસે છે આ 1 રૂપિયાનો સિક્કો? તો તમે બની શકો છો કરોડપતિ, જાણો કેવી રીતે?

પહેલા કરતા વધારે ટિકીટ બુક કરાવી શકશો
રેલવે વિભાગે નિયમોમાં ફેરફાર કર્યા બાદ હવે તમે એક મહીનામાં પહેલાથી વધારે ટિકીટ બુક કરાવી શકો છો. પહેલા તમે આઈઆરસીટીસી એકાઉન્ટથી માત્ર 6 ટિકીટ જ બુક કરાવી શકતા હતા. પરંતુ હવે તમે પોતાના એકાઉન્ટથી આધાર લિંક કરો છો તો તેનો ફાયદો તમને અને તમારા પરિવારને મળશે.

શું તમે સિંગલ છો? તો આ પાર્ટી તમારા માટે જ છે! એકથી એક ચઢીયાતી સુંદરીઓ સાથે બધુ જ...'

આવો જાણીએ આધાર સાથે IRCTC એકાઉન્ટ કેવી રીતે લિંક કરશો...

1. સૌથી પહેલા IRCTCની સત્તાવાર વેબસાઈટ  irctc.co.in પર જાવ.
2. અહીં યૂઝર આઈડી અને પાસવર્ડ નાંખીને લોગીન કરો.
3. હોમ પેજ પર 'My Account Section' માં 'Aadhaar KYC' પર ક્લિક કરો.
4. હવે આગામી પેજ પર આધાર નંબર નાંખો અને  'Send OTP' પર ક્લિક કરો.
5. Aadhaar Cardની સાથે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે. આ ઓટીપીને દાખલ કરીને વેરિફિકેશન કરો.
6. સંબંધિત જાણકારી દાખલ કર્યાબાદ નીચે લખેલા 'Verify' પર ક્લિક કરો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More