નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railways) ટ્રેનોના ટાઇમ-ટેબલથી લઈને ગતિ પર ખાસ ભાર મુકી રહ્યું છે. આ દિશામાં રેલવેએ Mission Sheeghra અંતર્ગત લખનઉમાં 100કિમી/કલાકની સ્પીડે માલગાડી ચલાવી, તો હવે રેલવેએ 44 સેમી હાઈ સ્પીડ આઈસીએફ ટ્રેન સેટ માટે ટેન્ડર કાઢ્યા છે. આ ટેન્ડર 10 જુલાઈથી ખુલશે. રેલવેએ તેની જાણકારી આપી છે.
રેલવે પ્રમાણે, કોરોના વાયરસ જેવી મહામારીને જોતા ટેન્ડર માટે ડોક્યુમેન્ટને મેન્યુઅલ રૂપમાં આપવા માટે તેને કોઈપણ ઝોનલ રેલવેના ડીએમના સેક્રેટરીની પાસે રજૂ કરી શકાય છે.
રેલવેએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે 44 સેમી હાઈસ્પીડ ટ્રેન સેટના ટેન્ડર જારી કરવામાં આવ્યા છે. જેને 10 જુલાઈએ 2 કલાક 15 મિનિટે ખોલવામાં આવશે. રેલવે તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આ ટેન્ડરની તારીખને આગળ વધારવામાં આવશે નહીં.
મહત્વનું છે કે સેમી હાઈસ્પીડ ટ્રેનો ખરીદવા માટે રેલવેએ ગ્લોબલ ટેન્ડર જારી કર્યું છે, જેથી વંદે માતરમ એક્સપ્રેસ જેવી ટ્રેનો ખરીદી શકાય. આ ટેન્ડરથી રેલવેને જલદી સેમી હાઈસ્પીડ ટ્રેન મળી શકશે, જેને રેલવે ઘણા રૂટ પર સંચાલિત કરશે.
આ ટેન્ડર હેઠળ હાઈસ્પીડ ટ્રેનોને વંદે ભારત એક્સપ્રેસની જેમ તૈયાર કરવામાં આવશે. વંદે ભારત એક્સપ્રેસ પણ ટ્રેન સેટ છે. તેમાં ચાર ડબ્બાનો એક સેટ છે અને ચાર સેટને જોડીને એક ડ્રેન બનાવવામાં આવી છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે