નવી દિલ્હી: ડોલરના મુકાબલે રૂપિયામાં સોમવારે જોરદાર ઉછાળ્યો આવ્યો. રૂપિયો 73 પૈસાની મજબૂતી સાથે 69.49 રૂપિયા પ્રતિ ડોલર પર ખુલ્યા બાદ 69.43 રૂપિયા પ્રતિ ડોલર પર યથાવત રહ્યો, જ્યારે શરૂઆતી કારોબાર દરમિયાન રૂપિયો ગત સત્રના મુકાબલે 86 પૈસાની બઢત સાથે 69.36 રૂપિયા પ્રતિ ડોલર સુધી ઉછળ્યો. ગત સત્રમાં રૂપિયો ડોલરના મુકાબલે 70.22 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો.
Exit Poll 2019 ના પરિણામોથી બજાર ખુશ, Sensex માં 900 અને Nifty માં 300 પોઇન્ટની તેજી
કોમોડિટી બજારના વિશ્લેષક જણાવે છે કે લોકસભા ચૂંટણી 2019ના સાતમા અને અંતિમ તબક્કાનું મતદાન રવિવારે સંપન્ન થયું ત્યારબાદ ચૂંટણીના પરિણામોને લઇને અભિપ્રાયથી કારોબારી ટ્રેંડ મજબૂત થયો એટલા માટે દેસી કરન્સી રૂપિયામાં મજબૂતી આવી છે. મોટાભાગ અભિપ્રાયમાં ભાજપના નેતૃત્વમાં એનડીએને પૂર્ણ બહુમત મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
ચૂંટણીમાં Facebook અને Google ની કમાણીમાં અધધધ...વધારો
શેર બજારમાં પણ સોમવારે તેજીનો ટ્રેંડ છે. મુખ્ય ઇન્ડેક્સ સેંસેક્સ સવારે 9.41 વાગે 725.18 પોઇન્ટની તેજી સાથે 38,655.95 પર અને નિફ્ટી પણ લગભગ હાલ 208.55 પોઇન્ટની બઢત સાથે 11,615.70 પર કારોબાર કરતા જોવા મળ્યો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે