નવી દિલ્હી: કાળાનાણાને લઇને મોદી સરકારને મોટી સફળતા મળી છે. સરકારે સ્વિસ બેંકના ખાતાધારકોની પ્રથમ યાદી મળી ગઇ છે. આગામી વર્ષે વધુ ખાતાઓની જાણકારી મળશે. સ્વિત્ઝરલેંડની સરકારે ભારત સરકારને બેંક એકાઉન્ત સાથે સંકળાયેલી પ્રથમ જાણકારી સોંપી દીધી છે. સરકાર દ્વારા સ્વિસ બેંકમાં ખુલેલા ભારતીય એકાઉન્ટોની જાણકારી આપી છે. ભારત કેટલાક સિલેક્ટેડ દેશોમાંથી એક છે જેમને આ જાણકારી મળી છે.
Bharat Petroleum વેચવા માટે તૈયાર છે મોદી સરકાર, મુકેશ અંબાણી લગાવી શકે છે બોલી
સરકારને ઓટોમેટિક ઇન્ફોર્મેશન એક્સચેંજ ફ્રેમવર્ક હેઠળ પ્રથમવાર આંકડા પ્રાપ્ત થયા છે. ફેડરલ ટેક્સ એડમિનિસ્ટ્રેશન (FTA) એ 75 દેશોની સાથે ખાતાધારકોની જાણકારી શેર કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે