નવી દિલ્હીઃ કોરોના સંકટને કારણે એપ્રિલથી જૂનની આ વર્ષની પ્રથમ ક્વાર્ટરના ગ્રોસ ડોમેસ્ટિક ઉત્પાદન (GDP)મા 23.9 ટકાનો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે. આંકડા અને પ્રોગ્રામ અમલીકરણ મંત્રાલયે નાણાકીય વર્ષ 2020-21ના એપ્રિલથી જૂન ક્વાર્ટર માટે જીડીપીના આંકડા જાહેર કર્યાં છે.
થોડા સમય પહેલા આવેલા કોર સેક્ટરના આંકડાએ પણ નિરાશ કર્યાં છે. જુલાઈ મહિનામાં આઠ ઇન્ડસ્ટ્રીઝના ઉત્પાદનમાં 9.6 ટકાનો ઘટાડો આવ્યો છે.
ઘટાડાનું મુખ્ય કારણ
ઉલ્લેખનીય છે કે આ ક્વાર્ટરમાં બે મહિના એટલે કે એપ્રિલ અને મેમાં લૉકડાઉનને કારણે અર્થવ્યવસ્થા સંપૂર્ણ પણે ઠપ્પ રહી અને જૂનમાં પણ થોડી ગતી મળી શકી. આ કારણે રેટિંગ એજન્સીઓ અને ઇકોનોમિસ્ટે આ વાતની આસંકા વ્યક્ત કરી હતી કે જૂન ક્વાર્ટરમાં જીડીપીમાં 16થી 25 ટકાનો ઘટાડો થઈ શકે છે. થયું પણ એવું કે જીડીપીમાં ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે.
ઔદ્યોગિક ઉત્પાદનના આંકડા, કેન્દ્ર અને રાજ્ય સરકારોના ખર્ચના આંકડા, કૃષિ ઉત્પાદન અને ટ્રાન્સપોર્ટ, બેન્કિંગ, વીમા વગેરે કારોબારના પ્રદર્શનના આંકડાને જોતા આ આશંકા વ્યક્ત કરવામાં આવ્યા હતા.
શું હોય છે જીડીપી
કોઈપણ દેશની સરહદમાં એક નિર્ધારિત સમયની અંદર તૈયાર બધી વસ્તુઓ અને સેવાઓના કુલ મૌદ્રિક કે બજાર મૂલ્યના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) કહે છે. આ કોઈપણ દેશના ડોમેસ્ટિક ઉત્પાદનનો વ્યાપક માપદંડ હોય છે અને તેનાથી કોઈપણ દેશની અર્થવ્યવસ્થાની જાણકારી મળે છે. તેની ગણતા સામાન્ય રીતે વાર્ષિક થાય છે, પરંતુ ભારતમાં તેને દર ત્રણ મહિના એટલે કે ક્વાર્ટરમાં આંકવામાં આવે છે. કેટલાક વર્ષો પહેલા તેમાં શિક્ષણ, સ્વાસ્થ્ય, બેન્કિંગ અને કમ્પ્યૂટર જેવી અલગ-અલગ સેવાઓ એટલે કે સર્વિસ સેક્ટરને પણ જોડવામાં આવ્યું હતું.
જીબીડી બે પ્રકારનો હોય છે નોમિનલ જીડીપી અને રિયલ જીડીપી. નોમિનલ જીડીપી બધા આંકડાની હાલની કિંમતો પર યોગ હોય છે, પરંતુ રિયલ જીડીપીમાં મોંઘવારીની અસરને પણ સામેલ કરવામાં આવે છે. એટલે કે કોઈ વસ્તુ પર મૂલ્યમાં 10 રૂપિયાનો વધારો થયો છે અને મોંઘવારી 4 ટકા છે તો તેના રિયલ મૂલ્યમાં વધારો 6 ટકા માનવામાં આવશે. ભારતમાં દર ત્રણ મહિને આંકડા જાહેર થાય છે તે રિયલ જીડીપીના હોય છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે