Home> Business
Advertisement
Prev
Next

દેશના સૌથી મોંઘા એપાર્ટમેન્ટનો સોદો, સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી આલિશાન બંગલો ખરીદી શકાય

JP Taparia: એપાર્ટમેન્ટ 27,160 ચોરસ ફૂટમાં પથરાયેલું છે. એટલે કે સોદો 1.36 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે કરવામાં આવ્યો છે. પ્રતિ ચોરસ ફૂટની કિંમતે કરાયેલો દેશનો આ સૌથી મોંઘો રહેણાંક પ્રોપર્ટીનો સોદો છે. 

દેશના સૌથી મોંઘા એપાર્ટમેન્ટનો સોદો, સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી આલિશાન બંગલો ખરીદી શકાય

Indias Costliest Apartment: મુંબઈમાં 369 કરોડ રૂપિયાની વિક્રમી કિંમતે એક એપાર્ટમેન્ટ વેચાયું છે. આ એપાર્ટમેન્ટ અત્યાર સુધીમાં વેચાયેલું દેશનું સૌથી મોંઘું એપાર્ટમેન્ટ છે. આ લક્ઝરી ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ દક્ષિણ મુંબઈના મલબાર હિલ વિસ્તારમાં આવેલું છે. તેની એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ હેંગિંગ ગાર્ડન્સ છે. ઉદ્યોગપતિ જે.પી. ટાપરિયાએ આ એપાર્ટમેન્ટ ખરીદ્યું છે, જેઓ ગર્ભનિરોધક ઉત્પાદનો બનાવતી કંપની ફેમી કેરના સ્થાપક છે. જાણવા જેવી વાત એ પણ છે કે આ એપાર્ટમેન્ટના સોદા માટે સ્ટેમ્પ ડ્યુટી તરીકે રૂપિયા 19.07 કરોડ ચૂકવવામાં આવ્યા છે. એટલે કે સ્ટેમ્પ ડ્યુટીની રકમમાંથી જ આલિશાન બંગલો ખરીદી શકાય.

fallbacks

એપાર્ટમેન્ટ હજુ બાંધકામ હેઠળ
ટાપરિયાએ ખરીદેલું એપાર્ટમેન્ટ સુપર-લક્ઝરી રેસિડેન્શિયલ ટાવર, લોઢા મલબારનો ભાગ છે અને 2મા, 27 તેમજ 28મા માળે આવેલું છે. લોઢા ટાવર વાલકેશ્વર રોડ પર ગવર્નર એસ્ટેટની સામે છે. આ એપાર્ટમેન્ટનું બાંધકામ હજુ ચાલી રહ્યું છે અને 2026 સુધી પૂર્ણ થવાની ધારણા છે. લોઢા ગ્રુપની કંપની મેક્રોટેક ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી રહેલું આ લક્ઝરી ટાવર 1.08 એકરમાં ફેલાયેલું છે.

આ પણ વાંચો: Sextortion શું છે? કઈ કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવશે, 5 વર્ષની સજાની છે જોગવાઈ
આ પણ વાંચો: જો કોઈ તમારો પીછો કરે તો તમારી પાસે છે શું છે કાયદાનું શસ્ત્ર, આ રીતે કરો ઉપયોગ
આ પણ વાંચો: જાહેર હિતની અરજી શું છે? તે ક્યારે અને કેવી રીતે ફાઇલ કરવામાં આવે છે, જાણી લો A to Z

એપાર્ટમેન્ટ 27,160 ચોરસ ફૂટમાં પથરાયેલું છે. એટલે કે સોદો 1.36 લાખ રૂપિયા પ્રતિ ચોરસ ફૂટના દરે કરવામાં આવ્યો છે. પ્રતિ ચોરસ ફૂટની કિંમતે કરાયેલો દેશનો આ સૌથી મોંઘો રહેણાંક પ્રોપર્ટીનો સોદો છે. 

આ પહેલા દેશનું સૌથી મોંઘુ એપાર્ટમેન્ટ બજાજ ઓટોના ચેરમેન નીરજ બજાજે ખરીદ્યું હતું. આ જ ટાવરમાં તેમણે પેન્ટહાઉસ માટે રૂપિયા 252.50 કરોડ ચૂકવ્યા હતા.

આ પણ વાંચો: એ ભાઈ.. જરા દેખ કે ચલો... 5, 10 નહીં, આજથી બદલાઈ ગયા 26 નિયમો
આ પણ વાંચો: વાત વિદેશની નથી, લ્યો બોલો!!! આ રાજ્યમાં ડુંગળી-બટાકાના ભાવે વેચાઇ છે ડ્રાયફ્રૂટ
આ પણ વાંચો: Health Tips: ભોજન સાથે સલાડમાં લીલા મરચાં ખાવા કેટલા યોગ્ય? જાણો શું કહે છે રિસર્ચ

કોણ છે જે. પી. ટાપરિયા?
જે.પી. ટાપરિયા ગર્ભનિરોધક ઉત્પાદન કંપની ફેમી કેરના સ્થાપક છે. ટાપરિયા પરિવાર અનંત કેપિટલ, સ્પ્રિંગવેલ અને ગાર્ડિયન ફાર્મસીમાં પણ હિસ્સો ધરાવે છે. છેલ્લા કેટલાક વર્ષમાં ટાપરિયા ગ્રુપે પોતાના બે વેપારને વેચીને 7,000 કરોડ રૂપિયા ઉભા કર્યા છે. 

આ પણ વાંચો: શું તમને પણ આવી આદત છે? તો સંભાળજો મિનિટોમાં જ થઈ જશો ગરીબ, ઘણા જ છે ગેર ફાયદા
આ પણ વાંચો: કાકા-કાકીએ ખેતરમાં કર્યું આ કામ, કોઈએ છૂપાઈને VIDEO રેકોર્ડ કરી કર્યો વાયરલ
આ પણ વાંચો: આ તારીખે જન્મેલા લોકો તેજસ્વી મનના માલિક હોય છે, દરેક ક્ષેત્રમાં મેળવે છે સફળતા

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More