Home> Business
Advertisement
Prev
Next

હવાઇ મુસાફરી કરનારાઓ માટે માઠા સમાચાર, આ એરલાઇન ખર્ચ ઘટાડવા વસૂલી રહી છે પૈસા

જો તમે હંમેશા વિમાન યાત્રા કરતા રહો છો. અને વેબ ચેક-ઇનનો ઉપયોગ કરો છો. તે આ સમાચાર તમારા માટે છે. દેશમાં સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (Indigo)એ તેના રેવન્યુ વધારવા માટે અને કોસ્ટ ઘટાડવા માટે નવા નિયમમાં બદલાવ કર્યો છે. 

હવાઇ મુસાફરી કરનારાઓ માટે માઠા સમાચાર, આ એરલાઇન ખર્ચ ઘટાડવા વસૂલી રહી છે પૈસા

નવી દિલ્હી: જો તમે હંમેશા વિમાન યાત્રા કરતા રહો છો. અને વેબ ચેક-ઇનનો ઉપયોગ કરો છો. તે આ સમાચાર તમારા માટે છે. દેશમાં સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો (Indigo)એ તેના રેવન્યુ વધારવા માટે અને કોસ્ટ ઘટાડવા માટે નવા નિયમમાં બદલાવ કર્યો છે. ઇન્ડિગોના નવા નિયમો અનુસરા વેબ ચેકઇન કરવા પર તમને 800 રૂપિયાનો વધારાનો ચાર્જ વસૂલવો પડશે. એટલે કે હવે એરપોર્ટ પર લાંબી લાઇનથી બચવા માટે હંમેશા માટે વેબ ચેકઇન કરો છો તો તમારે તેના માટે રકમ ચૂકવવી પડી શકે છે. 

fallbacks

એરપોર્ટ પર ફ્રિમાં કરી શકો છો ચેક-ઇન 
ઇન્ડિગો તરફથી રવિવારે એક ટ્વિટમાં કહેવામાં આવ્યું કે, અમારા બદલવામાં આવેલા નિયમો અનુસાર વેબ ચેકઇન માટે પણ તમામ સીટો ચાર્જેબલ કરી દેવામાં આવી છે. તેના વિકલ્પમાં તમે ફ્રીમાં એરપોર્ટ પર ચેકઇન કરી શકો છો. અને તેમની ઉપલબ્ધતાને આધારે તમને સીટો આપવામાં આવશે. પરંતુ ઇન્ડિગોના આ નિર્ણય પર સરકાર તરફથી કહેવામાં આવ્યું છે,  કે એરલાઇન્સ કંપનીના આ નિયમની સમીક્ષા કરવામાં આવશે. એવિએશન મિનિસ્ટ્રી તરફથી સોમવારે કહેવામાં આવ્યું કે ઇન્ડિગો તરપથી લેવામાં આવેલા આ નિર્ણયની સમીક્ષા કરવામાં આવે છે. 

651 કરોડ રૂપિયાનું મોટુ નુકશાન 
ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત થયેલા અહેાવાલ અનુસાર ઇન્ડિગો તરફથી કહેવામાં આવ્યું થી સપ્ટેમ્બરની વચ્ચે કંપનીને ક્રુડ ઓઇલની ઉંચી કિંમતો અને રૂપિયામાં આવેલા ઘટાડાને કારણે 651 કરોડ રૂપિયાનું ભારે નુકશાન થયું છે. અને નવો નિયમ 14 નવેમ્બરથી લાગુ કરી દેવમાં આવ્યો છે. ઇન્ડિગો તરફથી નિયમોમાં કરવમાં આવેલા ફેરફારમાં યાત્રીઓએ વેબચેક માટે 100 રૂપિયાથી લઇને 800 રૂપિયા સુધીનો ખર્ચ કરવો પડી શકે છે. તમારે વેબચેકઇન માટે કેટલી રકમ ચૂકવવી પડી શકે છે, તે તમારી સીટની સ્થિતી પર આધાર રાખે છે.

વધુમાં વાચો...PAN કાર્ડના નવા નિયમ 5 ડિસેમ્બરથી થશે લાગુ, જાણો શું પડશે તકલીફ

પહેલી લાઇન માટે વધારે આપવા પડશે પૈસા 
ઉદાહરણ તરીકે પહેલી લાઇની સીટોમાં અને ઇમરજન્સી સીટોની સાથે વધારે સ્પેસ હોવાને કારણે તેમના માટે વધારે રકમ લેવામાં આવશે. વેબ ચેક-ઇન ચાર્જબલનો અર્થ છે, કે તમે એકલા આ ગ્રુપમાં યાત્રા કરી રહ્યા છો. તો તમે અલગ-અલગ બેસો અથવા ફ્રિ મીડલ રોને નક્કી કરો. અને જો તમે વેબ ચેક-ઇન કર્યું તો તમારે તેની રકમ ફરજીયાત ભરવી પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More