Innova Captab IPO: જો તમે પણ કોઈ આઈપીઓમાં દાવ લગાવવાનું વિચારી રહ્યાં છો તો આ સમાચાર તમારા માટે છે. આ સપ્તાહે વધુ એક આઈપીઓ ઈન્વેસ્ટમેન્ટ માટે ઓપન થઈ રહ્યો છે. આ આઈપીઓ દવા કંપનીનો છે. તેનું નામ ઇનોવા કેપટેબ (Innova Captab IPO)છે. નોંધનીય છે કે દવા કંપની ઇનોવા કેપટેબે પોતાના 570 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રતિ શેર 426-448 રૂપિયા પ્રાઇઝ બેન્ડ નક્કી કરી છે. કંપનીનો આઈપીઓ 21 ડિસેમ્બરે ખુલશે અને 26 ડિસેમ્બરે બંધ થશે.
શું ચાલી રહ્યો છે GMP?
માર્કેટ એક્સપર્ટ પ્રમાણે આજે સોમવારે ઇનોવા કેપટેબ આઈપીઓની ગ્રે માર્કેટમાં જબરદસ્ત ડિમાન્ડ છે. કંપનીના શેર ગ્રે માર્કેટમાં 210 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે. તેનો મતલબ છે કે પ્રથમ દિવસે લિસ્ટિંગ પર ઈન્વેસ્ટરોને તગડો નફો આપી શકે છે. કારણ કે જીએમપી અને અપર પ્રાઇઝ બેન્ડ પ્રમાણે આ શેર 658 રૂપિયા પર લિસ્ટ થઈ શકે છે. એટલે કે લિસ્ટિંગ પર ઈન્વેસ્ટરોને આશરે 47 ટકા સુધીનો નફો થઈ શકે છે.
આ પણ વાંચોઃ કમાણી કરવી હોય તો આ IPO માં લગાવી દો પૈસા, લાગી જશે લોટરી, જાણો વિગત
જાણો વિગત
આઈપીઓમાં 320 કરોડ રૂપિયાના નવા શેર અને વર્તમાન પ્રમોટરો તથા શેરધારકો દ્વારા 55.80 લાખ ઈક્વિટી શેર વેચાણની રજૂઆત (ઓએફએસ) સામેલ છે. ઇનોવા કેપ્ટાબ એ એક સંકલિત ફાર્માસ્યુટિકલ કંપની છે જેમાં R&D, ઉત્પાદન, દવા વિતરણ અને માર્કેટિંગ અને નિકાસ સહિત ફાર્માસ્યુટિકલ મૂલ્ય શૃંખલામાં હાજરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે