Home> Business
Advertisement
Prev
Next

LICની આ સ્કીમમાં એકવાર રોકાણ કરશો તો જીવો ત્યાં સુધી મળશે વાર્ષિક 74,300 રૂપિયા પેન્શન

તમે પણ તમારા ભવિષ્યમાં આર્થિક સમસ્યાઓથી ચિંતત રહેતા હોવ અને રિસ્ક વગર કમાવા ઈચ્છાતા હોવ તો અમે તમને LICની એક સ્કીમ વિશે જણાવીએ છીએ. આ સ્કિમમાં તમે એક વખત ઈન્વેસ્ટ કરી લાઈફ ટાઈમ કમાણી કરી શકો છો.

LICની આ સ્કીમમાં એકવાર રોકાણ કરશો તો જીવો ત્યાં સુધી મળશે વાર્ષિક 74,300 રૂપિયા પેન્શન

નવી દિલ્હી:  દરેક લોકો એવું ઈચ્છતા હોય છે કે જવાનીમાં થોડી વધારે કમાણી કરી લઉ પછી પાછળની જીંદગી શાંતીથી નિકાળીશ, દરેક લોકો પોતાના પુત્ર કે પુત્રી માટે વિચારે છે પરંતુ પાછળની લાઈફમાં કોઈ મદદ ના કરે તો શું થાય. LICનો એવો જ એક પ્લાન છે જેમાં પેન્શન રૂપે તમે રૂપિયા કમાઈ શકો છો. આવો જાણીઓ શું છે આ સ્કિમ...

fallbacks

LICની જીવન શાંતિ સ્કિમ
LICની જીવન શાંતિ સ્કિમ (Jeevan Shanti Scheme) માં તમે સંપૂર્ણ રોકાણ કરી શકો છો. રોકાણ કર્યા બાદ તમને જીંદગીભર મળશે પેન્શન. તમારી પાસે 5 વિકલ્પ હશે તમે તરત જ પેન્શન યોજના શરૂ કરાવી શકો છો અથવા તે ઉપરાંત 5,10,15, અથવા 20 વર્ષ પછી પેન્શન કરાવા માટેના વિકલ્પ હોય છે. 5, 10, 15  અથવા 20 વર્ષવાળા વિકલ્પના પેન્શનનની રકમ વધી જશે.

કેટલા રોકાણ પર મળશે કેટલું પેન્શન
માનીલો કે તમારી ઉંમર 45 વર્ષ છે. આ સ્કિમમાં તમે 10 લાખ રૂપિયાનું રોકાણ કરો છો તો વર્ષે તમને 74,300 રૂપિયા પેન્શન મળશે,,, 5, 10, 15  અથવા 20 વર્ષવાળા વિકલ્પ પસંદ કરવાથી  પેન્શનનની રકમ વધી જશે પરંતુ તેની સાથે અમુક શરત  છે. તમે રિટર્નને માસિક, ત્રિમાસિક, છ માસીક, અને વર્ષના આધાર પર પણ પ્રાપ્ત કરી શકે છે.

100 લોકો સાથે બનાવ્યા રિલેશન, સંભળાવ્યો સૌથી ખાસ કિસ્સો જ્યારે મળ્યો 'વર્જિન' બોયફ્રેંડ

ઓનલાઈન કે ઓફલાઈન ખરીદી શકો છો પોલિસી
LICની જીવન શાંતિ સ્કિમ (Jeevan Shanti Scheme) ને તમે ઓનલાઈન કે ઓફલાઈન બન્ને રીતે ખરીદી શકો છો. આ યોજના એક મોટી વાર્ષીક યોજના છે જેમાં વ્યક્તિ અને તેના પરિવારને પણ લાભ મળશે.

કોણ ખરીદી શકો છો પોલિસી
LICની આ પોલિસીને ખરીદવા માટે 30 વર્ષથી વધુ અને 85 વર્ષથી ઓછી ઉંમર હોવી જરૂરી છે. તમે આ પોલિસી પર લોન પણ લઈ શકો છો. જો પોલિસી અંગે કોઈ પણ સમસ્યા હોય તો તમે 3 મહિનાની અંદર ક્યારે પણ શરણાગતિ કરી શકો છો અને તેના માટે કોઈ પણ મેડિકલ ડોક્યુંમેન્ટની જરૂરીયાત હોતી નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More