નવી દિલ્હીઃ જો તમે રોકાણ કરવાનું નક્કી કરી લો તો સામાન્ય કમાણી કરીને પણ રોકાણ કરી શકો છો અને સમયની સાથે લાખો રૂપિયા ભેગા કરી શકો છો. અહીં જાણો એવી સ્કીમ્સ વિશે જેમાં માત્ર 250 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે અને લાંબા સમયમાં લાખો રૂપિયા જોડી શકાય છે. તેવા લોકો જે દરરોજની આવક પર નિર્ભર છે કે પછી મહિને ઓછી કમાણી કરે છે તે પણ આ સ્કીમ્સમાં સરળતાથી રોકાણ કરી શકે છે. અહીં જાણો કેટલીક સ્કીમ્સ વિશે....
SSY
જો તમે પણ તમારી દીકરીના ભવિષ્ય માટે પૈસા ભેગા કરવા ઈચ્છો છો તો સુકન્યા સમૃદ્ધિ યોજનામાં રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં તમે 250 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકો છો. તેમાં તમારે 15 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે અને 21 વર્ષમાં સ્કીમ મેચ્યોર થાય છે. વર્તમાન સમયમાં આ સ્કીમ પર 8.2 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે 250 રૂપિયા મહિને રોકાણ કરશો તો વર્ષમાં 3000 રૂપિયા અને 15 વર્ષમાં કુલ 45000 રૂપિયાનું રોકાણ કરશો. 8.2% ટકા પ્રમાણે 93552 રૂપિયા વ્યાજ તરીકે મળશે અને આ રીતે તમે માત્ર 250 રૂપિયાનું માસિક રોકાણ કરી દીકરી માટે 1,38,552 રૂપિયા સુધી જોડી શકો છો.
આ પણ વાંચોઃ બજારમાં શાનદાર રિકવરી, આગામી 15 દિવસમાં કમાણી માટે ખરીદો આ 5 Stocks
SIP
જો તમે ઈચ્છો તો SIPમાં પણ રોકાણ કરી શકો છો. તાજેતરમાં SBI એ એક નવી SIP શરૂ કરી છે, જેમાં તમે માત્ર 250 રૂપિયાથી રોકાણ શરૂ કરી શકો છો. યોજનાનું નામ જન નિવેશ એસઆઈપી છે. જો તમે આમાં દર મહિને 250 રૂપિયા જમા કરો છો અને આ રોકાણને 20 વર્ષ સુધી ચાલુ રાખો છો, તો તમે 60,000 રૂપિયાનું રોકાણ કરશો. જો તમે 12 ટકા રિટર્નના હિસાબે ગણતરી કરો છો, તો તમને વ્યાજ તરીકે 1,89,786 રૂપિયા મળશે. આ રીતે તમે સરળતાથી 2,49,786 રૂપિયા ઉમેરી શકો છો.
RD
રિકરિંગ ડિપોઝિટ પિગી બેંક જેવી છે. આ સ્કીમ બેંક અને પોસ્ટ ઓફિસ બંને જગ્યાએ ઉપલબ્ધ છે. પોસ્ટ ઓફિસ આરડી સ્કીમ 5 વર્ષની હોય છે. આ સ્કીમમાં માત્ર 100 રૂપિયાથી રોકાણની શરૂઆત કરી શકાય છે. વર્તમાન સમયમાં તેમાં 6.7 ટકાના દરે વ્યાજ મળી રહ્યું છે. જો તમે દર મહિને 250 રૂપિયા જમા કરો તો પાંચ વર્ષમાં કુલ 15000 રૂપિયાનું રોકાણ કરશો અને 6.7% વ્યાજ પ્રમાણે 2841 રૂપિયાની કમાણી કરશો. આ રીતે તમારી પાસે 17841 રૂપિયા જમા થઈ જશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે